Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ઉત્તરાખંડમાં પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત સામગ્રી લઇ જતુ હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત : ત્રણના મોત, એક ગંભીર

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને પણ રાહત અને બચાવ કાર્યમાં લગાવાયું હતું.

ઉત્તરાંખડમાં પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત સામગ્રી લઇ જઇ રહેલા હેલીકોપ્ટર ઉત્તર કાશીમાં ક્રેશ થઇ ગયું છે. હેલીકોપ્ટર ઉત્તરકાશી જિલ્લામાં મોરીથી મોલ્ડી જઇ રહ્યું હતું. હેલીકોપ્ટરમાં ત્રણ લોકોના સવાર હોવાના સમાચાર છે.તેમા પાયલટ રાજ્યપાલ, કો-પાયલટ કેપ્ટન લાલ અને એક સ્થાનીક નિવાસી રમેશ સવાર હતા

  . ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આરાકોટ અને આસપાસના વિસ્તારોમાં ગત રવિવારે વાદળ ફાટ્યા બાદ અને ભૂસ્ખલનથી 12 લોકોના મોત થયા હતા. વાદળ ફાટ્યાની ઘટના અને ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ અભિયાન હાથ ધરાયું છે. બુધવારે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને પણ રાહત અને બચાવ કાર્યમાં લગાવાયું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે લોકોના મોત અને એક વ્યક્તિના ગંભીર હોવાની પુષ્ટી કરાઇ છે.

 ગત બે દિવસોથી થયેલ ભારે વરસાદને કારણે પ્રદેશની નાની મોટી તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અને હરિદ્વારમાં ગંગા પણ ખતરાના નિશાનને પાર કરી ગઇ છે. ઉત્તરકાશીના જિલ્લા પ્રબંધન અધિકારી દેવેન્દ્ર પટવાલે બતાવ્યું હતું, 'જિલ્લાના માકુડી ગામથી સોમવારે સાંજે બે લોકોના મૃતદેહ મળ્યા છે. જેથી મરનાર લોકોની સંખ્યા વધીને 12 થઇ ગઇ છે.'

એમણે કહ્યું હતું કે એકને છોડીને તમામ મૃતદેહની ઓળખ કરી લેવાઇ છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓમાં આરાકોટ, માકુડી, મોલ્ડા, સનેલ, ટિકોચી અને દ્વિચાળુમાં ઘણા મકાન તુટી પડ્યા હતા.

 અધિકારીએ જણાવ્યું કે, 'ખરાબ હવામાનને કારણે રવિવારે તપાસ અને રાહત અભિયાનમાં અવરોધ આવ્યો, જોકે સોમવારે સવારે હવામાન અપેક્ષાકૃત સ્પષ્ટ થયા બાદ તેમા ઝડપ આવી અને ભારતીય વાયુસેનાના ચાર હેલીકોપ્ટરોની સહાયતાથી ખાવાના પેકેટ, કરિયાણુ અને જરૂરી દવાઓ સહિત રાહત સામગ્રી પ્રભાવિત ક્ષેત્રો સુધી પહોંચાડવામાં આવી હતી.

(2:03 pm IST)