Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ઉત્તર પ્રદેશની ઘટના

હોસ્પિટલમાં બેડ ન મળતાં મહિલાએ ફલોર પર બાળકને જન્મ આપ્યો

લખનૌ, તા.૨૧: ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદમાં આવેલાં લોહિયા હોસ્પિટલમાં એક ૨૪ વર્ષની મહિલાએ ફલોર પર બાળકને જન્મ આપ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ગર્ભવતી મહિલાને પીડા ઉપડ્યા બાદ બેડ આપવામાં આવ્યો નહીં.

પરિવારજનોએ મંગળવારે આરોપ લગાવ્યો કે, જહાનગંજ પોલીસ સ્ટેશનના ગ્રામ રુણીની રહેવાસી અંજોને રવિવારે રાત્રે પ્રસવ-પીડી ઉપડી હતી, જેના પગલે લોહિયા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અંજો પરિવાર સાથે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચી. એનું કહેવું હતું કે ત્યાં ડ્યુટી અદા કરતા સ્ટાફે કોઈ બેડ ખાલી નહોવાની વાત કહી અને બેડ ખાલી ન થાય ત્યાં સુધી બહાર ગેલરીમાં રહેવા કહ્યું. પીડા અસહનીય થતાં એણે ફલોર પર જ બાળકને જન્મ આપ્યો હતો.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા અધિકારી મોનિકા રાનીએ કહ્યું કે મામલાની તપાસ માટે સીએમઓ અને એસીએમઓને એક કમિટી બનાવી છે. બીજી તરફ, લોહિયા હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડો.કૈલાશે કહ્યું કે, મહિલા ખાનગી વાહનમાં આવી હતી. એણે ભરતી થયા પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો.

(11:57 am IST)