Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર , ગુગલ, ટ્વિટર, યુટ્યુબ સહિતને નોટિસ મોકલી 13 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો

યુઝરના સોશ્યલ મીડિયા એકાઉન્ટને આધાર નંબર સાથે જોડવાની માંગણી પર સુનાવણી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ફેસબુક ઈન્કની મદ્રાસ, બોમ્બે અને મધ્યપ્રદેશની હાઈકોર્ટ્સમાંથી કેસને સુપ્રીમમાં સ્થાનાંતરણની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે જેમાં યુઝરના સોશ્યલ મીડિયા એકાઉન્ટને આધાર નંબર સાથે જોડવાની માંગણી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ગુગલ, ટ્વિટર, યુટ્યુબ અને અન્ય લોકોને 13 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગવા માટે નોટિસ મોકલી હતી

  જસ્ટીસ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરૂધ બોઝની ખંડપીઠે કહ્યું કે જે પક્ષોને નોટિસ ફટકારવામાં આવી નથી તેમને ઇમેઇલ દ્વારા નોટિસ મોકલવી જોઈએ.

  ખંડપીઠે કહ્યું હતું કે, મદ્રાસ હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા વપરાશકર્તાની સોશ્યલ મીડિયા પ્રોફાઇલને આધાર સાથે જોડવાના કેસોની સુનાવણી ચાલુ રહેશે પરંતુ અંતિમ ચુકાદો આપવામાં આવશે નહીં.

(12:00 am IST)