Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રશિયામાં નિવૃતિની ઉંમર ૬૦ વર્ષથી વધારી ૬૫ વર્ષ કરવાની દરખાસ્ત સંસદમાં રજુઃ લોકોનો વિરોધ

મોસ્કોઃ રશિયામાં સરકારી કર્મચારીઓ માટે નિવૃતિની ઉંમર ૬૦ને બદલે ૬૫ વર્ષ કરવાની દરખાસ્ત સંસદના ઉપલા ગૃહમાં મંજુર થઇ ગઇ છે. જે મુજબ પુરૂષો માટે નિવૃતિનું ઉમર ૬૦ થી વધારી ૬૫ વર્ષ તથા મહિલાઓ માટે પપ થી વધારી ૬૦ વર્ષ કરવાની દરખાસ્ત છે જે આજ ૨૧ ઓગ.ના રોજ સંસદના નીચલા ગૃહમાં પાસ કરવા મુકાશે.

જો કે આ દરખાસ્તનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. તેમના મતે આ વયમર્યાદા વધારવાથી લોકો ઉપર ટેકસનું ભારણ વધશે.

(7:36 pm IST)