Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સિધ્ધુનું માથું કાપી લાવવા બદલ બજરંગ દળના નેતાએ રૂ. ૫ લાખનું ઇનામ જાહેર કર્યું

રાષ્ટ્રીય બજરંગ દળનાં એક નેતાએ વીડિયો વાયરલ કર્યો સિદ્ઘુનું માથું કાપી લાવવા જાહેરાત

આગરા તા. ૨૧ : પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાને કારણે અને પાકિસ્તાન જનરલને ભેટ્યા બાદ નવજોત સિંહ સિદ્ઘુને ચારેય બાજુથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.  પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ઘુ સામે બિહારના મુઝફફરપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યાંજ આગરામાં રાષ્ટ્રીય બજરંગ દળનાં એક નેતાએ દેશદ્રોહનો આરોપ ગણાવીને સિદ્ઘુનું માથું કાપી લાવનારને પાંય લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી છે.

આગરાનાં રાષ્ટ્રીય બજરંગ દળનાં જિલ્લા અધ્યક્ષ સંજય જાટનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેણે પંજાબનાં કેપ્ટન અમરિંદર સિંહ સરકારનાં મંત્રી નવજોત સિંહ સિદ્ઘુનાં પાકિસ્તાનમાં ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પર આક્રોશ વ્યકત કર્યો હતો. તેણે જણાવ્યું કે આ દેશ દ્રોહીનું માથું કાપી લાવનારને ૫ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરું છું.

સંજય જાટે વિડીયોમાં જણાવ્યું છે કે, સિદ્ઘુએ પાકિસ્તાન જઇને અમારા વીર સૈનિકોના લોહીની પ્યાસી સરકારનો સાથ આપ્યો છે. ત્યાં પાકિસ્તાન સૈન્યનાં જનરલને ભેટીને તેમણે કરોડો હિંદુઓની આસ્થા પર કુઠારાઘાત કર્યો છે. તેણે નવજોત સિંહને પડકારતા જણાવ્યું કે, સિદ્ઘુ ગુરુ ગોવિંદ સિંહજીનાં નિવેદનને ભૂલી ગયા છે કે આ સમાજનાં લોકો કોઇનાં સગા નથી હોતા. તો તમે કેવી રીતે આવા લોકોને ભેટી શકો.

તેણે વધુમાં જણાવ્યું કે, ગદ્દારનું માથું કાપી લાવનારને સંજય જાટ ૫ લાખ રૂપિયાનો ચેક આપશે. તેણે વધુમાં જણાવ્યું કે, ચેક ત્યાં સુધી મારી પાસે રહેશે જયાં સુધી ગદ્દારનું માથુ કાપીને કોઇ લાવે નહી.

આ પહેલા નારાજ હિન્દુવાદી સંગઠનનાં નેતાઓએ પણ સિદ્ઘુનાં આ કૃત્ય પર નિંદા વ્યકત કરી હતી. કેટલાક હિંદુ સંગઠનોએ તો સિદ્ઘુના પુતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો હતો.

(4:17 pm IST)