Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાહુલ ગાંધીની ટીમમાં અહેમદ પટેલની એન્ટ્રીઃ બન્યા કોંગ્રેસના કોષાધ્યક્ષ

નવી દિલ્હી : કોંગ્રેસનું સુકાન રાહુલ ગાંધીના હાથમાં આવ્યા બાદ પક્ષના સંગઠનમાં સતત ફેરફારો થઇ રહ્યા છેઃ આ કડીમાં આજે ટોચના નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવીઃ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અહેમદ પટેલને તેમના જન્મ દિવસે આ જવાબદારી સોંપવામાં આવી, અત્યાર સુધી આ પદ મોતીલાલ વોરા સંભાળતા હતાઃ આનંદ શર્માને કોંગ્રેસ વિદેશ પ્રકોષ્ઠનાં પ્રમુખ બનાવાયાઃ મીરાકુમારને કોંગ્રેસ કારોબારીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા.

(4:06 pm IST)