Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દાઉદી વહોરા સમાજની સગીર બાળકીઓના ખતના બાબત પુછપરછ ન કરી શકાય એવી દલીલને ફગાવતી સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા. ર૧: મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રાના નેતૃત્વ વાળી પીઠ સામે સોમવારે વહોરા સમાજ તરફથી દલીલ કરતા એ. એમ. સીંધવીએ કહ્યું હતું કે આ એક જુની પ્રથા છે જે જરૂરી ધાર્મિક પ્રથાનો એક ભાગ છે એટલે તેની ન્યાયિક પુછપરછ ન કરી શકાય. જેને ફગાવી દેતા પીઠે કહ્યું કે આ પ્રથા ૧૦મી સદીથી પ્રચલિત છે એટલે તે ધાર્મિક વિધીનો જરૂરી ભાગ છે તેવું સાબિત થતું નથી અને આ પ્રથાને બંધારણિય નૈતીકતાની કસોટીમાંથી પાર ઉતરવું પડશે.

આ પીઠમાં ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવીલકર અને ડી.વાઇ. ચંદ્રચૂડ પણ સામેલ હતા. સિંધવીએ પીઠને કહ્યું કે આ પ્રથા બંધારણની કલમ રપ અને ર૬ હેઠળ સંરક્ષીત છે જે ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલી છે.

જો કે આ મામલામાં સોમવારે સુનાવણી પુરી નહોતી થઇ. હવે આમાં આગળની સુનાવણી ઓગસ્ટમાં થશે.

(3:53 pm IST)