Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દિલ્હી ૨.૯૩ લાખ રેશનકાર્ડ રદ : સીએમ નારાજ

સરકાર વિરુધ્ધનું ષડયંત્ર ગણાવ્યુ

નવી દિલ્હી તા. ૨૧ : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૨.૯૩ લાખ રેશનકાર્ડ કેન્સલ કરવા બાબતે વિરોધ પ્રગટ કરીને સોમવારે ખાદ્ય  સચિવને ખખડાવ્યા હતા. કેજરીવાલે આ બાબતે સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યુ હતુ. તેમનું કહેવુ હતુ કે કે ખાદ્ય  પ્રધાનના વરોધ છતા પણ અધિકારીઓએ  કાર્ડ રદ કરી નાખ્યા હતા. આ  બાબતેે રિપોર્ટ માંગવા છતા પણ પ્રધાનને હજી સુધી કોઇ જવાબ નથી અપાયો.  કેજરીવાલનુ કહેવુ છે કે  ડોર ટુ ડોર સર્વે કરવાને બદલે અધિકારીઓએ  ઓીફસમાં બેઠા બેઠા રેશનકાર્ડ કેન્સલ કરી દીધા છે.

ખાદ્ય વિભાગના અધિકારીઓએ ૨.૯૩ રેશનકાર્ડ રદ કરવાની સામાજીક અસરો નથી જોતા લગભગ ૧૦ લાખ લોકો આનાથી પર્ભાવીત થશે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેન્દ્રના  ઈશારે ગરીબોનું રાશન બંધ કરવાનું આ ષડયંત્ર છે. એક તો   આ અધિકારીઓ ચુંટાયેલી સરકારને રીપોર્ટ નથી કરતા અને નથી તેનું સાંભળતા.

હકીકતમાં ખાદ્ય  વિભાગ પાસે આ કાર્ડો રદ્દ કરવા માટેનું સ્પષ્ટ કારણ નથી  એપ્રીલ થી ત્રણ મહીના સુધી રાશન  ન લેનારના રાશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ  આના માટે રાશન ન લેવુ અને બાયોમેટ્રીક વેરીફીકેશન ન કરાવવુ એમ બે કારણો આપ્યા છે. સરકારનું કહેવુ છે કે ઈન્ટરનેટ કનેકટીવીટી બરાબર ન હોવાથી ઘણીવાર ઈ-પોઝ મશીન  બરાબર  ચાલતુ નથી.  રેશનકાર્ડ ધારક  આ કારણથી ઘણીવાર  રાશન લીધા વગર પાછા આવતા રહે  છે.  અધિકારીઓએ આવા લોકોના પણ કાર્ડ રદ્દ  કરી દીધા ે. ઉપરાંત હાથ ગંદા હોવાના લીધે  જેમનું બાયોમેટ્રીક વેરીફીકેશન ન થઇ શકયુ હોય તેવા કાર્ડ પણ રદ્દ કરી દીધા છે.

નવા કાર્ડ બનાવવાની પ્રક્રીયા  જલ્દી શરૂ કરો - વિજેન્દ્ર

દિલ્હીમાં લગભાગ ત્રણ લાખ રાશન કાર્ડ રદ્દ કરાયા છે.  આ બનાવટી રેશનકાર્ડની જગ્યાએ નવા રેશનકાર્ડ આપવાની પ્રક્રિયા તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવી માંગણી વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ  વિધાનસભામાં સોમવારે કરી હતી.  ગુપ્તાએ કહ્યુ હતુ કે  મંડાવલીમાં  ભુખના લીધે  થયેલા મોતમાં થી સરકારે સબક લેવાની જરૂર છે. વા રેશનકાર્ડ આપવાની સીસ્ટમમાં રહેલી ખામીઓ દુર થશે અને ગરીબ લોકોને રાશન મળશે તેમણે  જણાવ્યુ હતુ કે દિલ્હીમાં લાખો પરીવાર એવા છે કે   જેમને રાહતભાવે મળતા ઘઉં, ચોખા, અને ખાંડની જરૂર છે. એટલા માટે આ દિશામાં તા્કાલીક  પગલા લેવામાં આવે.

(3:29 pm IST)