Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ભોપાલમાં ભારે વરસાદથી અનેક રસ્તા-સોસાયટીઓમાં પાણી ભરાયા :21 જિલ્લામાં વરસાદની આગાહી :શાળા-કોલેજોમાં રજા જાહેર :એલર્ટના આદેશ

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ભારે વરસાદ પડ્યો છે.વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભોપાલમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભોપાલમાં 6 ઈંચથી વધુ વરસાદ કારણે શહેરના અરેરા કોલોની, કોલાર, શાહપુરા, રાજીવનગર અને અશોકા ગાર્ડન વિસ્તારમાં પાણી ભરાયા છે.

   હવામાન વિભાગે મધ્ય પ્રદેશના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદી આફતના કારણે 21 જિલ્લાના કલેક્ટરને એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

 હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકમાં ઈન્દોર, ધાર, રતલામ અને છિંદવાડામાં ભારે વરસાદ પડી શકે છે.

(1:13 pm IST)