Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પોતાના લગ્ન છોડીને કેરળમાં પૂરગ્રસ્તોની સારવાર કરી રહ્યો છે આ ડૉક્ટર

પૂરને પગલે અરૂણે પોતાનાં લગ્ન હાલ પૂરતાં મોકૂફ રાખ્યાં

કેરળ સ્થિત કોટ્ટાયમનાં મડાપલ્લીમાં એક ફેમિલી હેલ્થ સેન્ટર પર આસિસ્ટન્ટ સર્જન અરૂણ સી દાસનાં લગ્ન 19 ઓગસ્ટે થવાનાં હતાં. તેણે 'Save The Date' કેપ્શન સાથે પોતાની વાગ્દત્તાનો ફોટો પોસ્ટ કર્યો હતો, પરંતુ તેમનાં લગ્ન નિશ્ચિત તારીખે ન થઈ શક્યાં. કેરળમાં આવેલાં પૂરને પગલે અરૂણે પોતાનાં લગ્ન હાલ પૂરતાં મોકૂફ રાખ્યાં છે. તે પૂરગ્રસ્તોની સારવાર કરી રહ્યો છે.

(12:12 pm IST)