Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બકરી ઇદ પર કેમ આપવામાં આવે છે બકરાની કુરબાની?

આ કુર્બાની માટે લાખો પશુઓની જરૂરત હોય છે, જેના માટે સાઉદી અરબ સૂડાન સહિત કેટલાએ આફ્રીકન દેશ અને પાકિસ્તાનથી પશુ આયાત કરે છે

નવી દિલ્હી તા. ૨૧ : ઇદ-ઉલ-અઝહા અથવા ઈદ-ઉલ-જુહા એટલે કે બકરી ઈદ આ વર્ષે ૨૨ ઓગષ્ટના રોજ મનાવવામાં આવશે. બકરી ઈદ ઈસ્લામના સૌથી પવિત્ર તહેવારમાંથી એક છે. ઈસ્લામમાં એક વર્ષમાં બે ઈદ મનાવવામાં આવે છે. એકને મીઠી ઈદ કહેવાય છે, અને બીજીને બકરી ઈદ. ઈદ બધાને પ્રેમ કરવાનો સંદેશ આપે છે, તો બકરી ઈદ પોતાનું કર્તવ્ય નિભાવવાનો અને અલ્લાહ પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે. સાથે ઈદ-ઉલ-જુહા કુરબાનીનો દિવસ પણ હોય છે. બકરી ઈદના દિવસે એટલા માટે બકરાની અથવા અન્ય પશુની કુરબાની આપવામાં આવે છે. આને ઈસ્લામિક કેલેન્ડરના હિસાબે છેલ્લા મહિનાના ૧૦માં દિવસે મનાવવામાં આવે છે.

ધૂ-અલ-હિજાહ જે ઈસ્લામિક કેલેન્ડરનો છેલ્લો મહીનો હોય છે, તેના આઠમા દિવસે હજ શરૂ થઈ તેરમા દિવસે ખતમ થાય છે. અને ઈદ-ઉલ-અજહા એટલે કે બકરી ઈદ આ દિવસોના વચમાં આ ઈસ્લામિક મહિનાની ૧૦મી તારીખે મનાવવામાં આવે છે. ગ્રેગોરિયન એટલે કે અંગ્રેજી કેલેન્ડર હિસાબે આ તારીખ દર વર્ષે બદલાતી રહે છે, કારણ કે ચાંદ પર આધારિત ઈસ્લામિક કેલેન્ડર, અંગ્રેજી કેલેન્ડર કરતા ૧૧ દિવસ નાનું હોય છે.

આ હજરત ઈબ્રાહિમના અલ્લાહ પ્રત્યે પોતાના પુત્ર ઈસ્માઈલની કુરબાનીના યાદમાં મનાવવામાં આવે છે. આ તે સત્યને દેખાડવાની રીત છે કે હજરત ઈબ્રાહિમ અલ્લાહમાં સૌથી વધારે વિશ્વાસ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, અલ્લાહ પર વિશ્વાસ દેખાડવા માટે તેમણે પોતાના પુત્ર ઈસ્માઈલની બલી આપવાની હતી, પરંતુ જેવી તેમણે પુત્રની બલી આપવા માટે તલવાર ઉઘામી, એક દૈવી ચમત્કાર થયો અને તેમના પુત્રની જગ્યાએ એક બકરો(બકરા જેવી પ્રજાતી) ત્યાં આવી ગઈ, કુરબાન થવા માટે.આજે આ કહાનીના આધાર પર જાનવરની કુરબાની આપવામાં આવે છે. જાનવરને ત્રણ ભાગમાં કાપવામાં આવે છે. એક ભાગ ગરીબોને દાન કરવામાં આવે છે. બીજો ભાગ મિત્રો અને સંબંધીઓને આપવામાં આવે છે, અને બચેલો ભાગ પરિવાર ખાય છે.

બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ-અઝહા પર કોઈ પશુની બલી પણ હજ દરમ્યાન આપવામાં આવે છે. પરંતુ દરેક વ્યકિત અલગ-અલગ બલી નથી આપતો, નહી તો ગડબડી થઈ શકે છે. કાઉન્ટર પર પોતાના જાનવર(ભેડ, બકરી અથવા ઊંટ) માટે પૈસા જમા કરાવી દે છે અને ત્યારબાદ તેમને એસએમએસ દ્વારા તેમના જાનવરની કુરબાનીના સમાચાર આપી દેવામાં આવે છે. ત્યારબાદ આ મેસેજ બતાવી પોતાના જાનવરનું માંસ લઈ શકે છે.

આ કુરબાની માટે લાખો પશુઓની જરૂરત હોય છે. જેના માટે સઉદી અરબ સૂડાન સહિત કેટલાએ આફ્રિકન દેશ અને પાકિસ્તાનથી પશુ આયાત કરે છે.(૨૧.૬)

(11:39 am IST)