Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

યુગાન્ડામાં હિંસાઃ એક લાખથી વધારે ગુજરાતીના જીવ તાળવે ચોંટયા

પોલીસે એક બસ પર ફાયરિંગ કરવાને કારણે એક વ્યકિતનું મોત થયું હતું અને છ લોકો ઈજાગ્રસ્ત

લંડન, તા.૨૧: યુગાન્ડામાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં તંગદિલીને કારણે અહીં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. એક અંદાજ પ્રમાણે યુગાન્ડામાં એક લાખથી વધારે ગુજરાતીઓ વરસવાટ કરે છે. બીજી વખત હિંસા ફાટી નીકળવાને કારણે અહીં રહેતા ગુજરાતીઓના માથે ફરી ચિંતાના વાદય છવાયા છે. યુગાન્ડામાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં તંગદિલીને કારણે અહીં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. એક અંદાજ પ્રમાણે યુગાન્ડામાં એક લાખથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. બીજી વખત હિંસા ફાટી નીકળવાને કારણે અહીં રહેતા ગુજરાતીઓના માથે ફરી ચિંતાના વાદય છવાયા છે.

યુગાન્ડામાં રાષ્ટ્રપ્રમુખના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે. મળી રહેલી માહિતી પ્રમાણે હિંસામાં એક વ્યકિતનું મોત થયું છે, જયારે પાંચથી વધારે લોકો ઘાયલ થયા છે. જોકે, અહીં રહેતા તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. યુગાન્ડામાં રાષ્ટ્રપ્રમુખના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે. મળી રહેલી માહિતી પ્રમાણે હિંસામાં એક વ્યકિતનું મોત થયું છે, જયારે પાંચથી વધારે લોકો ઘાયલ થયા છે. જોકે, અહીં રહેતા તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે.

યુગાન્ડામાં રાષ્ટ્રપ્રમુખના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે. મળી રહેલી માહિતી પ્રમાણે હિંસામાં એક વ્યકિતનું મોત થયું છે, જયારે પાંચથી વધારે લોકો ઘાયલ થયા છે. જોકે, અહીં રહેતા તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે.(૨૩.૨)

 

(11:35 am IST)