Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કેરળઃ છેલ્લા ૮૭ વર્ષમાં ઓગષ્ટમાં આટલો વરસાદ નથી પડયોઃ ખાબકયો ૩૧ ઇંચ

ઇડુક્કીમાં ૧૧૧ વર્ષનો રેકોર્ડ તુટયોઃ આ મહિને ૫૭ ઇંચ પડયો

કોચી તા.૨૧: પુર અને વરસાદના પ્રકોપનો સામનો કરી રહેલા કેરલમાં ઓગષ્ટના પ્રથમ ૨૦ દિવસમાં રેકોર્ડબ્રેક વરસાદ પડયો છે. હવામાન ખાતાના આંકડા મુજબ છેલ્લા ૮૭ વર્ષમાં ઓગષ્ટ મહિનામાં આટલો બધો વરસાદ પહેલીવાર પડયો છે.

૧ થી ૨૦ તારીખ વચ્ચે આ વર્ષે રાજયમાં ૩૧ ઇંચ વરસાદ પડયો છે. ૧૯૩૧ બાદ ઓગષ્ટમાં આટલો વરસાદ કદી નથી પડયો. ૧૯૩૧માં કેરળમાં ઓગષ્ટ મહિનામાં ૪૫ ઇંચ વરસાદ પડયો હતો.

આ વર્ષે ઓગષ્ટમાં થયેલો વરસાદ સામાન્ય રીતે થતાં વરસાદ કરતાં અઢી ગણો વધુ છે. ઇડુક્કી જિલ્લામાં વરસાદે ૧૧૧ વર્ષનો રેકોર્ડ તોડયો છે અહિં સોૈથી વધુ તારાજી થઇ છે. ઓગષ્ટમાં અહિં ૫૭ ઇંચ વરસાદ પડયો છે. આ પહેલા ૧૯૦૭માં અહિં ૫૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ વખતે કેરળ જળપ્રલય માટે તૈયાર નહોતું ઘણા વર્ષોથી ઓછો વરસાદ પડતો હતો ઇડુક્કીમાં ૪ દિવસ ભારે વરસાદ પડયો. એક દિવસમાં ૨૫.૪ મી.મી. તે પછી ૬ દિવસ અતિભારે વરસાદ પડયો.(૧.૮)

(11:33 am IST)