Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

IIM અમદાવાદના વિદ્યાર્થીઓને લેકચર આપશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

અમદાવાદ તા.૨૧: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અમદાવાદની IIMમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે ૧૨ લેકચર આપશે. IIM-A માં JSW સ્કુલ ઓફ પબ્લીક પોલીસીના ચેરપર્સન પ્રોફેસર વિજયા શેરી ચંદએ જણાવ્યું કે સપ્ટેમ્બર ૧૮-૧૯ ઓકટોબર ૮-૯ નવેમ્બર ૧૬-૧૭ના રોજ પુર્વ રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.

ઉલ્લેખનીય છે કે JSW  સ્કુલ ઓફ પબ્લીક પોલીસીના કોર્સ પબ્લીક પોલીસી ફોર ઇન્કલુઝીવ ડેવલોપમેન્ટ ઓફ ઇન્ડીયાના ભાગ રૂપે પ્રણવ મુખર્જી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. વિજયા ચંદે જણાવ્યું કે સોશીયો ઇકોનોમીક ઇન્કલુઝન બાબતે બંધારણીય જોગવાઇઓની થિયરી રજુ કર્યા પછી પ્રણવ મુખર્જી નાણાકીય ભાગીદારી માટે પોલીસી ઇન્ટરવેશન્સ પર ફોકસ કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ડોકટર એપીજે અબ્દુલ કલામે IIM માં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.આ પ્રોગ્રામમાં સામેલ વિદ્યાર્થીઓને અલગ-અલગ પબ્લીક પોલીસી સમસ્યાઓ પર શોર્ટ રિપોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રોફેસર અનિલ ગુપ્તા જણાવે છે કે પ્રણવ મુખર્જી માત્ર રાજનેતા નહોતા, પરંતુ દેશના વિકાસના સૌથી મહત્વના પ૦ વર્ષના જાણકાર પણ છે.(

(11:33 am IST)