Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અગાઉ જાહેર થયેલી ૨૩મીની રજા રદ્દ થઇ : ઇદની રજા હવે આવતીકાલે ૨૨મીએ

કેન્દ્ર સરકારે જાહેર કરી રજા : કાલે ઉજવાશે બકરી ઇદ

નવી દિલ્હી તા. ૨૧ : કેન્દ્ર  સરકારે  તેના  પહેલાંના  જાહેરનામાને  પાછું  ખેંચી  ઈદ-ઉલ-અઝહાની  રજામાં ફરીથી ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. હવે કેન્દ્ર સરકારના કાર્યાલયો ર૩ ઓગસ્ટના બદલે  રર  ઓગસ્ટે  બંધ  રહેશે. 

એક  સત્તાવાર  નિવેદનમાં  કહેવામાં  આવ્યું  છે  કે,  આ નિર્ણય શાહી ઈમામની અધ્યક્ષતામાં થયેલી ચાંદ કમિટીની બેઠક અને ત્યારબાદ શાહી ઈમામે  આપેલી  સૂચનાના  આધારે  લેવામાં  આવ્યો  છે. 

કર્મચારી  મંત્રાલયે  કહ્યું  હતું  કે, દિલ્હી  અને  નવી  દિલ્હી  ક્ષેત્રમાં  સ્થિત  બધા  જ  કેન્દ્રીય  કાર્યાલયો  રર  ઓગસ્ટે  બકરી ઈદની રજા પાળશે. આ પહેલાં ૧૪ ઓગસ્ટે સરકારે કહ્યું હતું કે, ઈદ-ઉલ-અઝહાની રજા રર ઓગસ્ટના બદલે ર૩ ઓગસ્ટે હશે. (૨૧.૭)

(11:33 am IST)