Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ડોકલામ વિવાદ બાદ પહેલીવાર ચીનના સંરક્ષણ મંત્રી વેઇ ફેંગ ભારતની મુલાકાતે

ચાર દિવસની મુલાકાતમાં વડાપ્રધાન,સંરક્ષણમંત્રી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે

નવી દિલ્હી :ડોકલામ વિવાદ બાદ ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી ચાર દિવસના પ્રવાસે આવેલ વેઈ ફેંગ બન્ને દેશની સેના અને અન્ય મુદા અંગે મહત્વની ચર્ચા કરશે

   સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલ માસમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલી મુલાકાતના એજન્ડાને લાગૂ કરવા માટે આ બેઠક મહત્વની ગણવામાં આવી છે. વેઈ ફેંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે. બુધવારે તેઓ દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન સાથે મુલાકાત કરશે. જે દરમ્યાન બન્ને દેશના સેનાના અધિકારીઓ પણ હાજરી આપશે.

(11:24 am IST)