Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આધારમાં હવે ઓળખ પ્રમાણિત કરવા લાઈવ ફેસ ફોટો યોજના શરુ કરાશે :સીમકાર્ડ માટે ખેચશે ફોટો

મોબાઈલનું નવું સીઓમ લેવા માટે ફોર્મમાં લગાવેલા ફોટા સાથે સરખાવામાં આવશે

 

નવી દિલ્હી : યુઆઈડીએઆઈ હવે વ્યક્તિની ઓળખને પ્રમાણિત કરવા માટે લાઈવ ફેસ ફોટો યોજનાને શરૂ કરશે સૌથી પહેલા પ્રક્રિયાને સિમ લેવાની પ્રક્રિયાથી શરૂ કરશે તેના માટે યુઆઈડીએઆઈ હવે વ્યક્તિની ઓળખને પ્રમાણિત કરવા માટે બધા મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે મળીને 15 સપ્ટેમ્બરથી સુવિધાની શરૂ કરી રહ્યુ છે.

  પહેલા યોજના 1 જુલાઈથી લાગુ થવાની હતી પછી તેને 1 ઓગસ્ટના લાગુ કરવાની હતી. પરંતુ હવે તે 15 સપ્ટે મ્બરથી શરૂ થઈ રહી છે. યોજના અંતર્ગત મોબાઈલ સિમનુ નવુ કનેક્શન લેવા માટે ફોર્મમાં લગાવવામાં આવેલ ફોટોને તેજ વ્યક્તિને સામે બેસાડીને લેવામાં આવેલ ફોટો સાથે સરખાવવામાં આવશે. યુઆઈડીએઆઈએ કહ્યુ છે કે જે પણ સર્વિસ પ્રોવાઈડર 15 સપ્ટેમ્બરથી લક્ષ્યને પૂરૂ નહી કરે તેને દંડ કરવામાં આવશે.

(12:00 am IST)