Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કેરળમાં ભયાનક પૂર વચ્ચે અફવાઓનું પણ ઘોડાપુર :આર્મીના નામે ફેક વિડિઓ વાયરલ

મુખ્યમંત્રીને બદનામ કરવા પણ અવનવા અને ઉલ્ટા સુલટા મેસેજ :રાહત બચાવ કામગીરીના નામે મેસેજ પોસ્ટ

 

કેરળમાં સદીનું ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે અફવાઓનું અને ફેક ન્યૂઝનું પણ ઘોડાપુર જેવી હાલત જોવાઈ છે નવા જુના વિડિઓ અને મેસેજ વાયરલ થઇ રહ્યાં છે છેલ્લા એક સપ્તાહથી વધારે સમયથી એનડીઆરએફ, આર્મી, નેવી સાથે દેશના હજારો નાગરિકો કેરળના પૂરગ્રસ્તો માટે સહાય કરી રહ્યાં છે.વિવિધ રાજ્યનાં લોકો મુખ્ય મંત્રી રાહત ફંડમાં નાણાં પણ જમા કરાવી રહ્યા  છે ત્યારે કેરળ પૂરના સંકટ સાથે ફેક ન્યૂઝ સામે પણ લડી રહ્યું છે.

   જુદી જુદી રીતે કેરળમાં ફેક ન્યૂઝ ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા લોકો તેને સાચા માની રહ્યા છે. કેરળનાં પૂરમાં બચાવકાર્ય કરી રહેલી આર્મીના નામે એક ફેક વીડિયો વાઇરલ થયો છે, 2.30 સેકંડના વીડિયોમાં એક વ્યક્તિ આર્મીના ડ્રેસ છે.

  કેરળના મુખ્ય મંત્રીને પી. વિજયનને સંબોધીને પોસ્ટ કરાયો છે  વીડિયોમાં તે શખ્સ કહે છે, "તમને આર્મી સાથે શું દુશ્મનાવટ છે? તમારા મંત્રી આર્મીને કેરળમાં આવવા દેવા માગતા નથી એટલે?" "હજારો લોકો ચેન્નગન્નુરમાં ફસાયા છે અને સરકાર આર્મીને તેનું કામ કરવા દેતી નથી. અમે તમારા રાજ્ય પર કબ્જો નહીં કરી લઈએ."

  વીડિયો સૌ પ્રથમ ભારતીય મહિલા મોર્ચા થાલાસ્સેરી કૉન્સ્ટિટ્યુન્સી નામના ફેસબુક પેજ પર શેર કરાયો હતો. જોત જોતામાં તે વાઇરલ થઈ ગયો.જે બાદ આર્મીએ તેની સામે ટ્વીટ કરીને વીડિયોને ફેક હોવાનું જણાવાયું.હતું

 આર્મીએ તેનાં ટ્વીટમાં લખ્યું છે કે આર્મીના કપડાં પહેરીને બેઠેલો શખ્સ રાહત અને બચાવ કામગીરી અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યો છે.

ઉપરાંત આર્મીએ ખોટા સમાચાર રિપોર્ટ કરવા માટે એક વૉટ્સ ઍપ નંબર પણ આપ્યો છે.

(8:50 am IST)