Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

યોગીના કથિત ભડકાઉ ભાષણ મામલે સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ :કહ્યું કેસ કેમ ના ચલાવ્યો ?

મુખ્યમંત્રી સહિત બધા જ આરોપીઓને ફરિયાદી બનાવવાનો નિર્દેશ આપ્યો

 

નવી દિલ્હી :વર્ષ 2007માં યોગી આદિત્યનાથના કથિત ઉશ્કેરણીજનક ભાષણ પર સંજ્ઞાન લેતી વખતે સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે પૂછ્યું છે કે, આદિત્યનાથ વિરૂદ્ધ ત્યારે કેમ કોઈ કેસ ચલાવવામાં આવ્યો નહતો.

   કથિત ઉડકાઉ ભાષણ પર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે એક અરજી દાખલ કરવામાં આવી હતી. આના પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી સહિત બધા આરોપીઓને ફરિયાદી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

વર્ષ 2008માં મોહમ્મદ અસદ હયાત અને પરવેજે ગોરખપુરમાં કોમી રમખાણોમાં એક વ્યક્તિની મોત પછી સીબીઆઈ તપાસની માંગ કરીને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કોમી રમખાણોનું અસલી કારણ યોગીનું ઉશ્કેરણીજનક ભાષણ બતાવવામાં આવ્યું. તે પછી તત્કાલીન ગોરખપુર સાંસદ યોગી આદિત્યનાથની ધરપકડ કરીને 11 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યા હતા.

વર્ષે 1 ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટે મામલાની સુનાવણી થઈ અને કોર્ટે યોગી વિરૂદ્ધ કેસ ચલાવવાની પરવાનંગી આપવાથી ઈન્કાર કરી દીધો. તે પછી બંને અરજીકર્તાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને કેસ ચલાવવા માટે ન્યાય માંગ્યો.

(12:00 am IST)