Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કર્ણાટકમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી :વરસાદ- ભૂસ્ખલનથી છ લોકોના મોત

કોડાગૂ જિલ્લામાં અત્યાર સુધી 3,500થી વધારે લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા

 

બેંગ્લુરુ :કર્ણાટકમાં ભારે વરસાદથી પરિસ્થિતિ સતત વણસી રહી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી થઈ રહેલા ભારે વરસાદ હાલ પણ ચાલુ છે. કર્ણાટકના કોડાગૂ જિલ્લામાં અત્યાર સુધી 3,500થી વધારે લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. કોડાગૂમાં પાછલા કેટલાક દિવસથી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 6 લોકોના મોત થઈ ગયા છે.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ફોન પર રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વાતચીત કરી અને ત્યાંની પરિસ્થિતિ વિશે પૂછતાછ કરી હતી

(1:10 am IST)
  • મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ મામલે એટીએસ દ્વારા શિવસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પન્ગારકરની ધરપકડ : એટીએસ શ્રીકાંતની ધરપકડ બાદ તેને લઈને કોર્ટ પહોંચી : કોર્ટે શ્રીકાંતને 28 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. access_time 12:51 am IST

  • અમેરિકન પાદરી પ્રશ્ને તુર્કી સાથે નરમ વલણ નહીં લઈએ :અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે અટકાયતમાં લેવાયેલ એક અમેરિકન પાદરી મામલે તુર્કી સાથે ગતિરોધને લઈને કોઈ પીછેહઠ નહીં કરીએ :ટ્રમ્પએ તુર્કીના પગલાંને દુઃખદ ગણાવ્યું હતું access_time 12:54 am IST

  • અમરનાથ યાત્રાને ત્રણ દિન માટે સસ્પેન્ડ રાખવા નિર્ણય : ઇદ તહેવાર અને અન્ય કારણોસર નિર્ણય કરાયો : શ્રધ્ધાળુઓની સંખ્યા પણ સતત ઘટી : સોમવારના દિવસે માત્ર ૪૩ યાત્રી દર્શન કરવા માટે રવાના કરાયા access_time 4:04 pm IST