Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

યુ.એસ.ના આર્ટેસિઆ કેલિફોર્નિયામાં ભારતનો ૭૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ ૧૧ ઓગ.ના રોજ કરાયેલી ઉજવણીમાં FIA,IASC,UFICA, તથા FIA-SC સહિત ૪ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન જોડાયાઃ બોલીવુડ ગીતો,ભાંગરા,ડાન્સ,ભરત નાટયમ, કથક, સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના આર્ટેસિઆ કેલિફોર્નિયા મુકામે ૧૧ ઓગ.૨૦૧૮ના રોજ ભારતનો ૭૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઇ ગયો.

આ ઉજવણી ૪ ઓર્ગેનાઇઝેશન્શએ મળીને કરી હતી. જેમાં ''ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એશોશિએશન (FIA)'' ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (FIA-SC)'', ''ઇન્ડિયા એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (IASC)'' તથા યુનાઇટેડ ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન્સ ઓફ કેલિફોર્નિયા (UFICA)''નો માવેશ થતો હતો.

આર્ટેસિઆ પાર્ક ખાતે કરાયેલી ઉજવણીમાં ''ઇન્ડિપેન્ડન્સ ડે મેલા''નું આયોજન કરાયું હતું. તથા અપૂર્વ શાહ અને બોલીવુડ પ્લેબેક સિંગર સંગીતા કોપાલકરનો મનોરંજન પ્રોગ્રામ યોજાયો હતો. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાંગરા, ડાન્સ, ભરત નાટયમ, કથક, સહિતનું આયોજન કરાયું હતું. જેમાં કેરિટોસ કાઉન્સીલ મેમ્બર શ્રી નરેશ સોલંકી, આર્ટેસિઆ મેયર, ઉપરાંત કાઉન્સીલ મેમ્બર શ્રી અલી સાજદ તાજ, અન્નાહેમ મેયરપદના ઉમેદવાર શ્રી હેરી સિધુ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તથા ઉદબોધનો કર્યા હતા.

(8:48 pm IST)