Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

તામિલનાડુની સ્કૂલગર્લે સાઇકલ લેવા એકઠા કરેલા પૈસા કેરળના પૂરપીડિતોને દાન કર્યાં

હવે કંપની તેને સાયકલ ગિફ્ટમાં આપશે

ચેન્નાઇ :તમિલનાડુના વિલુપુર્રમમાં રહેતી અનુપ્રિયા નામની કિશોરી છેલ્લા ચાર  વર્ષથી સાયકલ ખરીદવા માટે પૈસા જમા કરી રહી હતી. તેણે ભેગા કરેલા 9000 રૂપિયા કેરાલા ફ્લડ રિલિફ ફંડમાં દાન કર્યા હતા.

  આ અંગેની માહિતી એક ટ્વીટર યુઝરે શેર કરતા હીરો સાયકલે તેને સાયકલ ગિફ્ટ કરવા જણાવ્યું છે.કંપનીએ લખ્યું, 'પ્રિય અનુપ્રિયા, અમે જરુરિયાતના સમયે માનવતાનું સમર્થન કરવા બદલ બિરદાવીએ છીએ.

(8:16 pm IST)