Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

''તમારા દેશમાં પાછા ચાલ્યા જાવ'' : અમેરિકાના કેલિફોર્નિયામાં શીખ સજ્જન ૫૦ વર્ષીય સુરજીત માલ્હી ઉપર વંશીય હુમલો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સ્ટેનિસ્લોસ કાઉન્ટી કેલિફોર્નિયામાં ઇન્ડિયન અમેરિકન શીખ સજ્જન ૫૦ વર્ષીય સુરજીત માલ્હી ઉપર વંશીય હુમલો થયો છે. તેઓ રિપબ્લીકન કોંગ્રેસમેન જેફ ડેન્હામના સમર્થનમાં ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે તેમના ઉપર હુમલાખોરો તૂટી પડ્યા હતા. તથા તમારા દેશમાં પાછા ચાલ્યા જાવ તેવું કહી આ શીખ સજ્જનના ટ્રક ઉપર આવું લખાણ લખી હેટ વાયોલન્સ આચર્યાનું બહાર આવ્યું છે. જેને ઇન્ડિયન અમેરિકન ઇમ્પેકટ પ્રોજેકટએ વખોડી કાઢયુ છે. તથા જણાવ્યું છે. કે દરેક અમેરિકન નાગરિકને રહેવાનો, કામ કરવાનો, તથા પોતાનો ધર્મ પાળવાનો હકક છે. ઇન્ડિયન અમેરિકન નાગરિકોને રાજકારણમાં ભાગ લેવાનો તથા ચૂંટાઇ આવવાનો પણ અધિકાર છે. એટલું જ નહિં વાણી સ્વાતંત્ર્ય પણ છે ઇમ્પેકટ પ્રોજેકટએ ઉપરોકત હેટ વાયોલન્સ કિસ્સાની પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરાય તેવો અનુરોધ કર્યો છે.

(12:00 am IST)