Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

FPI દ્વારા જુલાઈ માસમાં ૧,૬૫૯ કરોડ ઠલવાયા છે

સ્ટોકમાથી ૭૭૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચાયા : ડેબ્ટના માર્કેટમાં જુલાઈમાં ૯૩૭૧.૧૨ કરોડ ઠલવાયા

નવીદિલ્હી, તા.૨૧ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી સ્ટોકમાંથી ૭૭૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે. એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇક્વિટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, પહેલી જુલાઈથી ૧૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી વિદેશી રોકાણકારોએ ૭૭૧૨.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો કે, ડેબ્ટ સેગ્મેન્ટમાં આ ગાળા દરમિયાન ૯૩૭૧.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જેથી નેટ રોકાણનો આંકડો ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં મળીને જુલાઈ ૧૬૫૯ કરોડનો રહ્યો છે. બજેટ બાદ પાંચથી છ સેશનમાં ઇક્વિટી માર્કેટમાંથી જંગી નાણાં પરત ખેંચી લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો. આંકડા ઉપર નજર કરવામાં આવે તો એમ પણ જાણી શકાય છે કે, આર્થિક સુધારાની ગતિ વધુ તીવ્ર બનવાની અપેક્ષા તેઓ માની રહ્યા છે.

 વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ફેબ્રુઆરી બાદથી ખરીદી કરવામાં આવી છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતાહાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી.

 FPI દ્વારા રોકાણ......

*    સતત પાંચ મહિના સુધી લેવાલી રહ્યા બાદ પણ વિદેશી રોકાણકારો દુવિધાભરી સ્થિતિમાં

*    જુલાઈમાં હજુ સુધી સ્ટોકમાંથી ૭૭૧૨ કરોડ પાછા ખેંચાયા જ્યારે ડેબ્ટમાં ૯૩૭૧.૧૨ કરોડ ઠલવાતા કુલ રોકાણ ૧૬૫૯ કરોડ રહ્યું

*    જૂનમાં ભારતીય મૂડીમાર્કેટમાં ૧૦૩૮૪ કરોડનું રોકાણ

*    મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*    એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*    ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*    ૨૦૧૯-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

*    ૨૦૧૭-૧૮માં શેરમાંથી ૨૫૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

*    ૨૦૧૭-૧૮માં કુલ રોકાણનો આંકડો ૧૪૪૬૬૯ કરોડ રહ્યો

*    આ વર્ષમાં ભારે ઉતારચઢાવવાળી સ્થિતિ જોવા મળી રહી છે

*    વિદેશી રોકાણકારો બજેટની જાહેરાતને લઇ દુવિધામાં

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા. ૨૧ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮................................. ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................... ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................... ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................... ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................... ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩........................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨........................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:51 pm IST)