Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

આરઆઈએલની મૂડી સૌથી વધુ ઘટી ગઈ : માર્કેટ મૂડી મામલામાં આરઆઈએલ પ્રથમ ક્રમે યથાવત

મુંબઈ, તા. ૨૧ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૨૧૪૭.૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલ અને ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો આ ગાળા દરમિયાન નોંધાયો છે. એચડીએફસી બેંક, આઈટીસી, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. ચાર કંપનીઓની માર્કેટ મૂડી વધી જેમાં એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડી ૨૦૦૩૧.૫ કરોડ ઘટીને ૭૯૧૭૫૦.૭૧ કરોડ રહી છે. શુક્રવારના દિવસે શેરબજારમાં કારોબાર પૂર્ણ થયા બાદ આરઆઈએલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેની કોઇ અસર હવે દેખાશે. ટીસીએસની માર્કેટ મૂડી ૧૧૬૩૨.૪ કરોડ ઘટીને ૭૭૯૩૫૧.૫૪ કરોડ થઇ ગઇ છે. આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ ક્રમશઃ ૧૦૯૨૮.૧ કરોડ અને ૮૦૩૫.૨૬ કરોડનો ઘટાડો થયો છે. આની વિરુદ્ધમાં ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેની મૂડી ૨૫૧૨૫.૯૯ કરોડ વધી ગઇ છે. ટોપ રેંકિંગ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ હોવાથી તે પ્રથમ સ્થાન ઉપર છે. ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા ક્રમે છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. સેંસેક્સમાં  ૧.૦૩ ટકાનો ઘટાડો રહ્યો હતો અને તેની સપાટી ૩૮૩૩૭ રહી હતી. શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર આવતીકાલથી શરૂ થતાં નવા સત્ર દરમિયાન રહેશે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૨૧ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની મૂડીમાં ઘટાડો થયો છે. આરઆઈએલની મૂડી સૌથી વધુ ઘટી છે તેની સાથે અન્ય પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે જેમાં ટીસીએસ જેવી મહાકાય કંપની પણ સામેલ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન જે છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તેની વાત કરવામાં આવે તો આરઆઈએલને સૌથી વધુ નુકસાન થયું છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૨૦૦૩૧.૫

૭૯૧૭૫૦.૭૧

ટીસીએસ

૧૧૬૩૨.૪

૭૭૯૩૫૧.૫૪

આઈસીઆઈસીઆઈ

૧૦૯૨૮.૧

૨૬૪૬૪૦.૭૩

આઈટીસી

૮૦૩૫.૨૬

૩૨૯૨૬૧.૯૩

એસબીઆઈ

૬૭૩૮.૦૮

૩૧૭૭૧૬.૧૭

એચડીએફસી બેંક

૪૭૮૨.૪૨

૬૪૯૩૦૨.૫૩

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ, તા. ૧૪ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. એચડીએફસી, ઇન્ફોસીસ સહિતની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ઉલ્લેખનીય વધારો થયો છે. ચાર કંપનીઓની માર્કેટ મૂડી વધી છે જે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

ઇન્ફોસીસ

૨૫૧૨૫.૯૯

૩૩૭૪૧૮.૫૩

એચડીએફસી

૮૧૫૨.૦૫

૩૯૭૪૯૨.૧૧

કોટક મહિન્દ્રા

૨૯૯૦.૪૯

૨૮૬૩૮૩.૭૯

એચયુએલ

૨૪૮૯.૫૨

૩૭૩૩૮૪.૮૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:50 pm IST)