Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

અફઘાનિસ્તાનના ફરિબાય પ્રાંતમાં અફઘાન સેનાએ બોમ્બથી 28 તાલિબાની આતંકીઓને ફુંકી માર્યા

કાબુલ : અફઘાનિસ્તાનના ફરિબાય પ્રાંતમાં અફઘાન સેનાએ એરસ્ટ્રાઈક કરી છે. આ એરસ્ટ્રાઈકમાં 28 તાલિબાની આતંકીઓને ઠાર માર્યા છે. એક સૈન્ય અધિકારી મુજબ, અફઘાનિસ્તાનના ફરિયાબ પ્રાંતમાં ઓછામાં ઓછા 28 તાલિબાની આતંકાવાદીઓ માર્યા ગયા છે. અફઘાન વાયુસાનના એ-29 વિમાને બિલીરબાગ જીલ્લાનાં ફૈરીબ પ્રાંતમાં તાલિબાનના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા.

વિસ્તારની સેના કોપ 209 શાહીન પ્રવક્તાએ સમાચાર એજન્સીને જણાવ્યુ કે, તાલિબાની આતંકી સુરક્ષાબળોની ઉપ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. તે દરમ્યાન આ આતંકીઓના અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, પાછલા થોડા વર્ષોમાં પહેલાં શાંતિપૂર્ણ ઉત્તરી ક્ષેત્રમાં હિંસા વધી ગઈ છે. કારણકે, અફઘાન સુરક્ષાબળોએ દક્ષિણ અને પૂર્વ ક્ષેત્રોમાં આતંકવાદીઓની સામે ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યુ છે. જોકે, તાલિબાને અત્યાર સુધીમાં આ હુમલાને લઈને કોઈ માહિતી આપી નથી.

આની પહેલાં શનિવારે નિર્દેશિત મિસાઈલ હુમલામાં 24 તાલિબાની આતંકી માર્યા ગયા છે અને 17 ઘાયલ છે. આ જાણકારી અફઘાનની મિલીટ્રી તરફથી આપવામાં આવી છે. હુમલાના સમયની જાણકારી ન આપતા આર્મી કોર્પ્સ 201 તરફથી અપાયેલાં નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, ઈંટેલીજન્સ રિપોર્ટ મુજબ, ઉરુજગન પ્રાંતમાં મિસાઈલ હુમલા દરમ્યાન 24 તાલિબાની આતંકીઓ માર્યા ગયા અને 17 અન્ય ઘાયલ છે.

(3:25 pm IST)