Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજકીય પક્ષો માટે ચાલુ થયા દુઃખના દાળા: શીલા દિક્ષિત, રામ ગર્ગ અને હવે બિહારના સાંસદ રામચંદ્ર પાસવાનનું નિધન : તેઓનો જીવનદીપ પણ હાર્ટએટેકથી બુઝાયો

પટણા: બિહારના સમસ્તીપુરથી સાંસદ અને લોક જનશ્કિત પાર્ટીના વરિષ્ઠ નેતા રામચંદ્ર પાસવાનનું નિધન થઇ ગયું છે. હાર્ટ અટેક આવવાથી દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી હતા.

બિહારના સમસ્તીપુરથી સાંસદ અને લોક જનશક્તિ પાર્ટીના વરિષ્ઠ નેતા રામચંદ્ર પાસવાનનું આજે બપોરે નિધન થઇ ગયું છે. એમને 12 જુલાઇએ રાતે હાર્ટ અટેક આવ્યો હતો, ત્યારબાદ એમને દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતી કર્યા બાદ એમની સ્થિતિ ગંભીર જણાવાઇ હતી. જણાવી દઇએ કે રામચંદ્ર પાસવાન લોજપા પ્રમુખ અને કેન્દ્રીય મત્રી રામવિલાસ પાસવાનના ભાઇ હતા.

(3:24 pm IST)