Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ભારત રચશે ઇતિહાસ : ચંદ્રયાન-૨ને કાલે લોંચ કરાશે : સમગ્ર દુનિયાની નજર

બપોરે ૨.૪૩ વાગે શ્રીહરિકોટા ખાતેથી લોન્ચિંગ : ૧૫ જુલાઈના દિવસે લોંચિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા પ્રક્રિયા રોકાઈ હતી

શ્રીહરિકોટા, તા. ૨૧ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ ચંદ્રયાન-૨ને લઇ જવા માટેની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આવતીકાલે બપોરે ૨.૪૩ વાગે ચંદ્રયાન-૨ને રોકેટ મારફતે લોંચ કરવામાં આવશે. જીએસએલવી માર્ક-૩ રોકેટથી ચંદ્રયાનને છોડવામાં આવશે. રોકેટમાં ૩.૮ ટનના ચંદ્રયાન-૨ અંતરિક્ષ યાન છે. પોતાની ઉંડાણના આશરે ૧૬ મિનિટ બાદ ૩૭૫ કરોડ રૂપિયાના જીએસએલવી માર્ક-૩ રોકેટ અને ૬૦૩ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ અંતરિક્ષ યાનને પૃથ્વી પાર્કિંગમાં ૧૧૭ ગણા ૪૦૪૦૦ કિલોમીટરની પરિભ્રમણ કક્ષામાં મુકશે. જમીન અને ચંદ્રમા વચ્ચે આશરે ત્રણલાખ ૮૪ હજાર કિલોમીટરનું અંતર છે. ચંદ્રયાન-૨નું વચન ૩૨૯૦ કિલોગ્રામ રહેશે. કાર્યક્રમ મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન ૨૦ કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે.  ૬૦૩ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે. રવિવારે વહેલી પરોઢે ૨.૫૧ વાગે એન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-૨ની ઉંડાણને રોકવાની ફરજ પડી હતી.  ચન્દ્રયાન-૨ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જો કે છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો. વૈજ્ઞાનિકે માહિતી આપતા કહ્યુ છે કે એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન ભરવાની કામગીરી દરમિયાન કોઇ તકલીફ થઇ ન હતી. ત્યારબાદ હિલિયમ ભરવાનુ કામ ચાલી રહ્યુ હતુ. અમને ૩૫૦ બાર સુધી હિલિયમ ભરવાની જરૂર હતી. સાથે સાથે આઉટપુટને ૫૦ બાર પર સેટ કરવાની જરૂર હતી. નાના ઉપગ્રહોના લોંચ માટે ઉપયોગ કરવામાં આવતા જીએસએલવી માર્ક-૩ રોકેટને એપ્રિલ ૨૦૦૧થી લઇને હજુ સુધી ૧૩ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાથી ત્રણ જીસેટ-૫પી, જીસેટ-૪, ઇનસેટ-૪સીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે જીસેટ-૬એ, જીસેટ-૯માં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાહુબલી તરીકે ગણવામાં આવતા જીએસએલવી માર્ક-૩ રોકેટથી જીસેટ-૨૯ અને જીસેટ-૧૯ ઉપગ્રહોને સફળરીતે લોંચ કરવામાં આવ્યા હતા. ઇસરોના વડા શિવનના કહેવા મુજબ અંતરિક્ષ સંસ્થા ડિસેમ્બર ૨૦૨૧ સુધી નિર્ધારિત સમયમાં જ માનવ અંતરિક્ષ ઉંડાણ કાર્યક્રમ ગગનયાનને સફળ બનાવશે.

ચંદ્રયાન-૨ની સાથે સાથ

*   ચંદ્રયાન-૨ને લોંચ કરવા માટેનો તખ્તો તૈયાર થયો

*   ૧૫મી જુલાઈના દિવસે ચંદ્રયાન-૨ના લોંચ કાર્યક્રમને ટેકનિકલ કારણસર રોકી દેવાતા તારીખને લઇને ચર્ચા હતી

*   આવતીકાલે બપોરે ૨.૪૩ વાગે ચંદ્રયાન-૨ને લોંચ કરાશે

*   બાહુબલી જીએસએલવી માર્ક -૩ મારફતે ચંદ્રયાનને લોંચ કરવામાં આવશે

*   ચંદ્રયાન-૨માં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્ર સુધી જશે

*   જમીન અને ચંદ્ર વચ્ચે અંતર ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરનું

*   જીએસએલવી માર્ક-૩ રોકેટ પર ૬૦૩ કરોડ રૂપિયાનો ખર્ચે

(10:53 pm IST)