Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાશ્‍મીર ખીણમાં પંડીતોને પુનઃ વસવાવાનો માસ્‍ટર પ્‍લાન ઘડવાના મૂડમાં

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓની તેમની ટીમ દ્વારા ખીણમાં કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે પ્રભાવકારી નીતિ બનાવાઇ રહી છે. ગૃહમંત્રાલયનાં ઉચ્ચ પદસ્થ સુત્રોએ જણાવ્યું કે, અમિત શાહે આ સંબંધમાં ગત્ત એક મહિના દરમિયાન ગૃહમંત્રાલયનાં કાશ્મીરી ડિવીઝનના પ્રમુખ અધિકારીઓ સાથે અનેક બેઠક કરી છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય રાણનીતિ સાથે બાહ્ય તથા આંતરિક આતંકવાદને પહોંચી વળવા માટે શાહ પંડિતોનાં પુનર્વાસ કરવાનું છે.

કાશ્મીરમાં 1989 બાદ ચાલુ થયેલા ઉગ્રવાદી જુતોનાં પૂર્વ નિયોજીત હિંસક હુમલા બાદ ખીણથી પલાયન કરી ચુકેલા કાશ્મીરી પંડિતો ત્રણ લાખથી વધારે છે. સુત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ખીણમાં કાશ્મીરી પંડિતો માટે સુરક્ષીત રહેણાંક વિસ્તાર બનાવવા અંગે વિચારણા કરી રહ્યા છે. આ યોજના અગાઉ 2015માં જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા અપાયેલા પ્રસ્તાવથી વધારે કારગત સાબિત થશે.

પુનર્વાસ યોજના ઉપરાંત ગૃહમંત્રી કલ્યાણકારી યોજનાઓ અંગે પણ ધ્યાન આપી રહ્યા છે, ખાસ કરીને આતંકવાદથી પ્રભાવિત પ્રદે્શમાં નિવાસ કરી રહેલી વિધવાઓ, આતંકવાદનાં શિકાર બનેલા લોકો, વિકલાંગો અને વરિષ્ઠ નાગરિકો સાથે સંબંધિત કલ્યાણકારી યોજનાઓ અંગે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે શુક્રવારે સંકેત આપ્યો કે ખીણમાં કાશ્મીરી પંડિતોનાં પુનર્વાસ માટે સરકાર જરૂરી નીતિ બનાવવા જઇ રહ્યા છે.

રાજ્યપાલ આ વાતથી આશ્વસ્ત હતા કે જો બધુ જ યોગ્ય રહ્યું તો નીતિની જાહેરાત ઝડપથી થશે. સુત્રોએ જણાવ્યું કે, આવતા મહિને અમરનાથ યાત્રાના સમાપન બાદ સરકાર પોતાની નીતિની જાહેરાત કરી શકે છે. જે કાશ્મીરી પંડિતાનાં પુનર્વાસની યોજનામાં પરિવર્તનની એક મિસાલ હશે. કાશ્મીરી પંડિતો છેલ્લા ત્રણ દશકથી પોતાનાં પુનર્વાસ માટે નક્કર નીતિની વ્યવસ્થા છે. આ અગાઉ લોકસભા 16 જુલાઇએ એક સવાલનાં જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) એ ખીણમાં 920 કરોડ રૂપિયાનાં ખર્ચે 6 હજાર ટ્રાંજિટ આવાસ નિર્માણને મંજુરી પ્રદાન કરી છે.

કેન્દ્ર સરકાર પ્રત્યેક કાશ્મીરી પ્રવાસી પરિવારને દર મહિને 13 હજાર રૂપિયાનાં રાહત પ્રદાન કરી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, ગૃહમંત્રાલયે રાજ્યપાલ અને તેમના સલાહકારોનાં પ્રદેશમાં ભ્રષ્ટાચાર વિરોધી તપાસનાં વર્તુળ વધારવાની પણ સલાહ આપી છે. ગૃહમંત્રી અમિત શાહનું માનવું છે કે કેટલાક રાજનેતાઓની મદદથી ભ્રષ્ટ અધિકારીઓની લૉબી કલ્યાણ અને વિકાસપરક યોજનાઓની રકમની હેરાફેરી કરી રહ્યા છે. સુત્રોએ કહ્યું કે, ગૃહમંત્રીએ પોલીસ અને તંત્ર અધિકારીઓને અલગતાવાદી નેતાઓ અને તેમના સમર્થકો સાથે કડકાઇથી પહોંચી વળવા માટેનો નિર્દેશ આપ્યો છે.

(12:54 am IST)