Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ, ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન

ડાયરી લખવાનો શોખ ધરાવતા ગર્ગ પાસે ચૂંટણી જીતવાની અદભુત કળા અને રાનીનીતિમાં માહેર હતા

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ, ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહોયગી માંગે રામ ગર્ગનું નિધન થઇ ગયું. એ બીમાર હતા અને ઉત્તર દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. રવિવારે તેઓએ અંતિમ શ્વાસ લીધાહતા

 એક સમયે હલવાઇ રહેલા માંગે રામે 2003ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત જીત દાખલ કરી હતી અને ધારસભ્ય બન્યા હતા.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપની ચૂંટણી રણનીતિ બનાવવા અને ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દિલ્હી ભાજપના નેતાઓને મહત્વની જવાબદારી સોંપી હતી. તેઓને સામાજિક અને સ્વયંસેવી સંગઠનોનથી સંપર્ક કરીને એમની સુધી નરેન્દ્રભાઈ  મોદી સરકારની ઉપલબ્ધિઓ અને પાર્ટીની નીતિઓને પહોંચાડવા માટે બનાવવામાં આવેલી સમીતિમાં સામેલ કરવામાં આવ્યા હતા.

 

માંગે રામ ગર્ગ એ નેતાઓમાંથી હતા જેમને મોડા રાજકારણમાં પગ મૂક્યો. તેઓ ભાજપની દિલ્હી એકમના અધ્યક્ષ રહ્યા. એમને ડાયરી લખવાનો શોખ હતો. ધારસભ્ય રહેતા તેઓ દરરોજ ડાયરી લખતા હતા.એક મીડિયા રિપોર્ટ અનુસાર એ પોતાની રાજકારણ બેઠકો માટે લખતા રહેતા હતા.

જાણવા મળી રહ્યું છે કે માંગે રામ ગર્ગમાં ચૂંટણી જીતવાની અદ્ધુત કળા હતી. એ રાજકીય જીવનમાં ખૂબ જ ઓછી ભૂલો કરતા હતા. એમને દિલ્હીમાં એમસીડી ચૂંટણીનું નેતૃત્વ કર્યું હતું અને જીત પણ અપાવી હતી.

(12:54 am IST)