News of Saturday, 21st July 2018

અમેરિકાના શ્રી દત્ત સાંઇ મંદિર, સાન રામોન કેલિફોર્નિયામાં ર૭ જુલાઇ શુラક્રવારે ‘‘ ગુરૂ પૂર્ણિમા'' ઉત્‍સવ ઉજવાશેઃ બાબા સતચરિત્ર પારાયણ, ગણપતિ તથા શિવપૂજા, અભિષેક, આરતી, હોમ, રથયાત્રા, તથા મહાપ્રસાદ સહિતના આયોજનોઃ ર૮ જુલાઇના રોજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો

કેલિફોર્નિયાઃ અમેરિકામાં શ્રી દત્ત સાંઇ મંદિર સાન રામોન, કેલિફોર્નિયા મુકામે ર૭ જુલાઇ ર૦૧૮ શુક્રવારના રોજ ‘‘ ગુરૂ પુર્ણિમા''  ઉજવાશે.

સવારે સાત વાગ્‍યાથી રાત્રિના દસ વાગ્‍યા વાગ્‍યા દરમિયાન ઉજવાનારા ઉત્‍સવ અંતગર્ત સવારે સાતથી સાંજના સાત દરમિયાન બાબા સતચરિત્ર પારાયણનું  આયોજન કરાયું છે. ગણપતિ પૂજા, શિવ પુજા, બાબા તથા કળશ અભિષેક સવારે ૧૧.૩૦ કલાકે શરૂ થશે.

બપોરે ૧ર.૩૦ કલાકે મધ્‍યાન્‍હ આરતી થશે. દત્ત સાંઇ રૂદ્ર હોમનો સમય સાંજે  પાંચ વાગ્‍યાનો રાખવામાં આવ્‍યો છે. સાંજે ૬.૩૦ કલાકે ધૂપ આરતી થશે. બાબા રથયાત્રા સાંજે ૭.૧પ કલાકે નીકળશે.  બાદમાં રાત્રે ૮.૧પ કલાકથી ૧૦ વાગ્‍યા દરમિયાન ભજન બાદ રોજ આરતી થશે. મહાપ્રસાદ આખો દિવસ ચાલુ રહેશે.

ર૮ જુલાઇના રોજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ દરમિયાન સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:29 pm IST)
  • અમદાવાદ: ર૩ મી થી અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશનમાં ૧ર હજાર સફાઇ કર્મચારીઓ તેની પડતર માંગણી નહિ સ્‍વીકારાય તો હડતાલ પર જશે, AMC ઘેરાવ કરશે access_time 12:12 am IST

  • સુરતના માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો:ઉશ્કેર-મુંજલાવ ખાડીના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ: લૉ-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉશ્કેર-મુંજલાવ રોડ બંધ કરાયો :વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે તડકેશ્વર ગામે સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા access_time 1:04 am IST

  • તાપી જીલ્લામાં વરસાદના જોરદાર : ખેડૂતોમાં હરખની હેલી :વરસાદથી ખેડૂતો સારા પાકની આશા :મોટાભાગના ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું છે. access_time 1:03 am IST