Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ચૂંટણી જંગ માટે બસપાએ તૈયારી શરૂ કરીઃ સોશ્યલ મીડિયા ટીમની કરી રચના

ટવિટ્ર, વોટ્સએપ, ફેસબુક થકી કરશે હાઇટેક પ્રચાર

નવીદિલ્હી તા.૨૧: ૨૦૧૯ની શરૂઆતમાં દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે એટલે બધા રાજકીય પક્ષોએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં ખાસ કરીને બહુજન સમાજવાદી પાર્ટીએ તો સોશીયલ મીડિયા માટેની પોતાની રણનીતિ બનાવવવાની શરૂઆત કરી દીધી છે. સોશીયલ મીડિયા પર હુમલા માટે બીએસપી પોતાની તૈયારીઓ કરી રહી છે જેના માટે પક્ષે કેટલાય ફેસબુક ગ્રુપ બનાવ્યા છે. ટવીટ્ર અને વોટ્સએપ દ્વારા પ્રચાર કરવાની તૈયારી પણ કરી લેવાઇ છે. જાણકારી પ્રમાણે સોશીયલ મીડિયા પર વાઇરલ કરવા માટે પાર્ટી તરફથી ટીમને આક્રમક કન્ટેન્ટ પણ અપાઇ રહયાં છે. તો બીજી બાજુ હજી સુધી પક્ષે પોતાના કોઇ ઓફિસીઅલ ખાતાની જાહેરાત નથી કરી પણ પક્ષના સુત્રો અનુસાર ઘણા વિડીયો, ઓડીઓ અને કાર્ટુનો પક્ષે પોતે બનાવડાવ્યા છે. ફેસબુક પર ડઝનબંધ ગ્રુપો છે. '' એક કરોડ બસપા સમર્થકોકા ગ્રુપ'' માં ૫.૪૫ લાખ સભ્યો છે. આજ રીતે ''ડો. આંબેડકર લાઇફ ઓફ સ્ટ્રગલ'' ગ્રુપમાં ૨.૮૭ લાખ  અને ''આઇએમ વીથ માયાવતી'' ગ્રુપમાં ૨.૪૦ લાખથી વધારે સભ્યો છે. આ સિવાય પણ બીજા ઘણા ગ્રુપ છે જેના સભ્યોની સંખ્યા હજારો અને લાખોમાં છે.

આ ઉપરાંત ટવીટ્ર ની વાત કરીએ તો ત્યાં પણ બીએસપીના નામે ઘણા ખાતા છે. બહુજન સમાજ પાર્ટી, બીએસપી ફોર યુપી ઉપરાંત ઘણા રાજયો અને જિલ્લાના નામથી છે. જેના પર સતત માયાવતીના ભાષણો થી માંડીને મહાપુરૂષોની જાણકારી, પક્ષના સમર્થન અને વિરોધી પક્ષોની ખામીઓ સાથે જોડાયેલ પોસ્ટ શેર કરાઇ રહી છે. (૧.૧૧)

(3:48 pm IST)