Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પ્રિયા પ્રકાશે કહ્યું : 'રાહુલ ગાંધીને આંખ મારતા જોઇને સારું લાગ્યું'

ટ્વિટર પર લોકોએ રાહુલ ગાંધીએ આંખ મારવાનું એકસપ્રેશનની સરખામણી પ્રિયા પ્રકાશ વારિયર સાથે કરી હતી

નવી દિલ્હી તા. ૨૦ : તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા દક્ષિણની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. જેમાં તે આંખ મારતી દેખાય છે અને રાતોરાત તે ફેમસ બની ગઇ હતી. તે જ રીતે શુક્રવારે રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ પુરૃં કર્યાં પછી પીએમ મોદીને જાદુની જપ્પી આપી હતી. તે બાદ પોતાની સીટ પર આવીને આંખ મારી હતી. જેના કારણે ટ્વિટર પર લોકોએ રાહુલ ગાંધીએ આંખ મારવાનું એકસપ્રેશનની સરખામણી પ્રિયા પ્રકાશ વારિયર સાથે કરી હતી.

રાહુલ ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયા પર એકદમ ઝડપથી વાયરલ થઇ ગઇ હતી. રાહુલની આંખ મારતી તસવીર પર લોકોએ ઘણાં કમેન્ટ્સ પણ કર્યા હતાં. રાહુલ ગાંધીની આ હરકતને જોઇને પ્રિયા પ્રકાશ પણ ખુશ થઇ ગઇ કે રાહુલે તેમનો સિગ્નેચર મુવ કોપી કર્યો.

પ્રિયા પ્રકાશે કહ્યું કે,'હું કોલેજથી પાછી આવી ત્યારે ઘરે આવી ન્યૂઝ જોયા કે સંસદમાં રાહુલ ગાંધીએ આંખ મારી હતી. તેમણે આંખ મારી જે ઇશારો કર્યો તે ઘણો જ પ્રેમાળ લાગતો હતો. મને ખુશી છે કે આ મૂવ મારી ફિલ્મનો છે.'(૨૧.૨૧)

(3:47 pm IST)