Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ઉત્તરાખંડમાં હજી ૨૭મી સુધી ભારે વારસાદઃ હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યું

દહેરાદુનઃ ભારતીય હવમાન વિભાગે ઉત્તરાખંડમાં આજથી ૨૭મી સુધી ભારે વરસાદની શકયતાના કારણે એલર્ટ જાહેર કર્યું છે. કાલે ધોધમાર વરસાદની પણ ચેતવણી અપાઈ છે.ભારે વરસાદને ધ્યાનમાં રાખી હવામાન ખાતા દ્વારા પહાડી રસ્તાઓ ઉપર ન જવાની ચેતવણી આપી છે. ઉત્તરાખંડમાં જગ્યાએ જગ્યાએ ભારે વારસાદથી ભુસ્ખલનના લીધે રસ્તાઓ બંધ થયા છે. ગઈકાલે ચમોલી જીલ્લામાં વાદળ ફાટવાથી બે ના મોત થયા છે. જયારે ૫ મજુરો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.(૩૦.૧૨)

(3:39 pm IST)