Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

હોન્ડાએ ન્યૂ જનરેશન Amazeની ૭,૨૯૦ કાર મંગાવી પરત

કાર્સમાં EPS એટલે કે ઈલેકિટ્રક આસિસ્ટ પાવર સ્ટિયરિંગ સેંસર હાર્નેસની તપાસ કરશ

નવી દિલ્હી, તા.૨૧: હોન્ડા કાર ઈંડિયાએ ન્યૂ જનરેશન હોન્ડા અમેઝ કારના કુલ ૭,૨૯૦ યુનિટ્સ રિકોલ કર્યા છે. કંપનીની આ કાર્સમાં EPS એટલે કે ઈલેકિટ્રક આસિસ્ટ પાવર સ્ટિયરિંગ સેંસર હાર્નેસની તપાસ કરશે. હોન્ડાના મતે, કેટલીક કારમાં જયારે EPS ઈન્ડિકેટરની લાઈટ ચાલુ હોય ડ્રાઈવરની સ્ટિયરિંગ વ્હીલ હેવી લાગવાની શંકા છે. હોન્ડાના જે મોડલ્સમાં આ સમસ્યા છે તેનું નિર્માણ ૧૭ એપ્રિલ ૨૦૧૮થી ૨૪ મે ૨૦૧૮ની વચ્ચે કરવામાં આવ્યું છે. તપાસ બાદ જરૂર પડે તો કંપની કોઈપણ વધારાના ચાર્જ વિના EPS કોલમ યુનિટ બદલી આપશે.

૨૬ જુલાઈ ૨૦૧૮થી કારને પરત લેવાનું કામ શરૂ કરવામાં આવશે. આ કારના માલિકોનો ડીલરશીપ્સ જાતે સંપર્ક કરશે. ગ્રાહકો જાતે પણ ચેક કરી શકે છે તેમની કાર આ માપદંડમાં આવે છે કે નહિ. આ માટે ગ્રાહકોએ કંપનીની સ્પેશિયલ માઈક્રોસાઈટ પર ૧૭ આંકડાનો VIN એટલે કે આલ્ફા ન્યૂમરિક વ્હીકલ આઈડેન્ટિફિકેશન નંબર નાખવો પડશે.

સેકન્ડ જનરેશન હોન્ડા અમેઝને આ વર્ષે જ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ઓટો એકસપોમાં પણ રજૂ કરવામાં આવી હતી. કારને નવા પ્લેટફોર્મ અને નવી ડિઝાઈન લેન્વેજ પર તૈયાર કરવામાં આવી છે. નવી પેટ્રોલ પાવર્ડ હોન્ડા અમેઝમાં ૧.૨ લીટર ૪ લિટર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે ૮૯ બીએપીનો પીક પાવર અને ૧૧૦ ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન ૫ સ્પીડ મેન્યુઅલ ગિયરબોકસ કે ૭ સ્પીડ સીવીટી ઓટોમેટિક ઓપ્શન સાથ ઓફર કરાય છે. સીવીટીમાં પેડલ શિફ્ટર્સ પણ હોય છે.

નવી હોન્ડા અમેઝનું પેટ્રોલ વેરિયંટ ૫.૫૯ લાખથી ૭.૯૯ લાખ સુધીમાં મળે છે. તો આ કારના ડીઝલ મોડલની કિંમત ૬.૬૯ લાખથી શરૂ થઈને ૮.૯૯ લાખ સુધીની છે. (૨૩.૧૬)

(3:38 pm IST)