Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

નર્સરીથી બારમા ધોરણ સુધી સ્કુલમાં એક પણ રજા ન પાડવાનો રેકોર્ડ

અમૃતસર તા ૨૧ : પંજાબના અમૃતસર નિલ્લામાં રહેતી અવનીત કોૈરનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયું છે વાત એમ છે કે અવનીતને નર્સરીમાં મૂકી ત્યારથી લઇને બારમું ધોરણ પાસ કર્યુ ત્યાં સુધી સ્કૂલમાં એક પણ દિવસની રજા નથી લીધી ૨૦૦૧ ની ૧૮ જુલાઇએ જન્મેલી અવનીતને તેની દાદીએઙ્ગ કહેલું કે. બેટા સ્કુલમાં એક પણ દિવસનો ખાડો પાડયા વિના ભણજે, રસ દાદીની આ સલાહને તેણે પથ્થરની

લકીરની જેમ સ્વીકારી લીધી.૨૦૧૬ માં દાદીના મૃત્યુના દિવસે પણ તે સ્કુલેે ગઇ હતી. રાજપુરા ગામમાં રહેતી અવનીત સ્કૂલ ચાલુ હોય ત્યારે કોઇનાય લગ્નપ્રસંગમાં નથી ગઇ કે ઇવન તેણે કોઇ માંદગીને કારણે કોઇ રજા નથી લીધી. તેણે વર્ષ દરમ્યાન એકેય રજા નથી લીધી એના તમામ વર્ષના સર્ટીફીકેટ સાચવી રાખ્યા છે. બારમુ ધોરણ પાસ કર્યા પછી તેણે એન્જિનિયરિંગ કોલેજમાં એડ્મિશન લીધું છે. ૧૪ જુને તેને ૧૭ વર્ષ અને ૮ મહિનાની લગાતાર સ્કુલ એટેન્ડન્સ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન બળ્યું છે.

(3:37 pm IST)