Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કોલકાતામાં મમતાનું વિરાટ શકિત પ્રદર્શનઃ ૨૦૧૯નો શંખ ફુંકયો

શહિદ દિવસ પર રેલીનું આયોજનઃ મોદીને મિદનાપુરની રેલીનો આપશે જવાબ

કલકતા, તા.૨૧: તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી આજે મહાનગરમાં થનારી શહિદ રેલી દ્વારા તેની લોકસભા ચુંટણી અભિયાન શરૂ કરશે. જો કે વર્ષ ૧૯૯૩માં પક્ષના ૧૩ કાર્યકતાઓની પોલીસ ફાયરિંગમાં મોત બાદ જ મમતા આજ દિવસે જ રેલીનું આયોજન કરે છે પરંતુ આવતા વર્ષ થનારી લોકસભા ચુંટણી પહેલા અંતીમ રેલી હોવાના તેનું મહત્વ વધી ગયું છે આ દિવસે તૃપમુલ પ્રમુખ ભાજપ પર પ્રહારો તો કરશે જ અને સાથે જ લોકસભા ચુંટણીની રણનીતિનું એલાન પણ કરશે.

તૃણમુલ કોંગ્રેસ સુત્રોના જણાવ્યા  મુજબ રેલી દરમ્યાન કોંગ્રેસના કેટલાક વિદ્યાલયકો સહિત પૂર્વ ભાજપા સાંસદ ચંદન મિત્રપણ તૃણમુલ કોંગ્રેસનું હાથ પકડશે. આજની રેલી માટે ગઇકાલથી જ રાજયના વિવિધ ભાગો માંથી પક્ષના સમર્થક તેમજ કાર્યકર્તા મહાનગરમાં પહોંચવા લાગ્યા છે. પક્ષ દ્વારા અનેક સ્થળોએ રહેવા-જમવાની સુવિધા  ઉભી કરવાના આવી છે.

પીએમ મોદીની રેલીમાં ટેન્ટ ધરાશાથી થવાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે રેલીનો મંચ તૈયાર કરવામા અતિરિકત સાથે ધાની રાખવામા આવી છે. રેલી દરમ્યાન કાયદો વ્યવ સ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે છ હજાર પોલીસ બળોનો તૈનાત કરાશે આ ઉપરાંત રેલી સ્થળના આસપાસના વિસ્તારોમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

તૃણમુલ કોંગ્રેસ મહાસચિવ પાર્થ ચટજીએ કહ્યું કે પક્ષના તમામ કાર્યકર્તા દેશમાં ફેલાયેલી વિભાજનની રાજનીતિને ખત્મ કરવાના સંકલ્પ અંગે આવતા લોકસભા ચુંટણીની તૈયારી રાહ કરશે. રેલીમાં મમતા સાંપ્રદાત્યક તાકાતો વિરૂધ્ધ લડાઇની અપિલ કરશે.(૨૨.૭)

(2:27 pm IST)