Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમરનાથ યાત્રા : ૧૬૩૨ શ્રદ્ધાળુની ટીમ રવાના થયા

૨૨૪૩૪૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે : શ્રદ્ધાળુઓની બે બેચમાં ક્રમશ ૧૦૧૧ અને ૬૨૧ લોકો સામેલ રહ્યા : સઘન સુરક્ષા વચ્ચે તમામને રવાના કરાયા

જમ્મુ,તા. ૨૧ : અમરનાથ યાત્રા  શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજે ૧૬૩૨ શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના થઇ હતી. સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની આ ટીમ રવાના કરવામાં આવી ત્યારે મજબુત સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ૧૦૧૧ અને ૬૨૧ શ્રદ્ધાળુઓની બે બેચમાં ભગવતી નગર યાત્રી નિવાસથી આ તમામ શ્રદ્ધાળુઓ રવાના કરવામાં આવ્યા હતા. પ્રથમ બેચ પહલગામ માટે અને અન્ય ટીમ બલતાલ માટે રવાના કરવામાં આવી હતી. ૨૮મી જુનના દિવસે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ અમરનાથમાં હજુ સુધી ૨૨૪૩૪૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ આંકડા વધારે ઉપર જાય તેવી શક્યતા છે. ગુરૂવારના દિવસે વધુ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા.  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દર્શન માટે નિયમિત ગાળામાં રવાના થઇ રહ્યા છે. આ ઉત્સાહ અકબંધ રહી શકે છે. યાત્રા રક્ષા બંધન સુધી ચાલનાર છે.  આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે  શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. કાશ્મીર ખીણ ંમાટે  જુદા જુદા વાહનોમં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ખરાબ હવામાનની સ્થિતી હોવા છતાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુશ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે.   અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.  બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યાછે. ખરાબ હવામાન અને વરસાદની સ્થિતી પણ હાલમાં અડચણરૂપ બની હતી. થોડાક દિવસ માટે અમરનાથ યાત્રાને બંધ રાખવાની ફરજ પણ પડી હતી. જો કે હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે.પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં કોઇ ઘટાડો થયો નથી. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.  બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતા બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે બંને જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી વાત કરતા શ્રદ્ધાળુઓ સાવધાન દેખાઇ રહ્યા છે.   શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે.હતી.અમરનાથ યાત્રા વર્ષમાં એક વખત યોજાય છે.

(12:42 pm IST)