Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રૂવાંડા જનારા પ્રથમ વડાપ્રધાન બનશે મોદીઃ ભેટમાં લઇ જશે ૨૦૦ જેટલી ગાય

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી સોમવારે આફ્રીકી દેશ રૂવાંડા જઇ રહયાં છેઃ તેઓ ત્યાં ભેટ આપવા માટે ૨૦૦ જેટલી ગાય લઇ જઇ રહયાં છેઃ રૂવાંડા સરકારે ૨૦૦૬માં એક ગરીબ પરિવાર માટે એક ગાયની યોજના શરૂ કરી હતીઃ જેનાથી અનેક પરિવારો ગરીબીમાંથી બહાર આવી ગયા છેઃ આ યોજના થકી ૩.૫ લાખ પરિવારોને લાભ થયો છેઃ આ દેશમાં દરેક પરિવારને સરકાર ગાય આપે છેઃ તે પછી એ પરિવાર વાછરડાને પોતાના પાડોશીને આપે છેઃ આર્થિક સમૃદ્ધિ સાથે ભાઇચારો પણ વધે છે.

(12:41 pm IST)