Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ઓડીશામાં વિજળી પડતા ૧૩ના મોતઃ કેરળમાં વરસાદથી ૩ના મોત, ભારે તબાહી

ભુવનેશ્વરઃ ઓડીશામાં અલગ-અલગ જગ્યાઓએ વિજળી પડતા લગભગ ૧૩ લોકોના મોત થયા છે. અને ૪ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ ૧૩ લોકોના વિજળી પડતા મોત થયા હતા. જેની તપાસ ચાલુ કરી દેવાય છે. તેમણે વધુમાં જણાવેલ કે બાલાસોર જીલ્લામાં ૬, મયુર ભંજમાં પ, તથા ખુર્દા અને કેન્દ્રપાડામાં ૧-૧ વ્યકિતના મોત થયા છે લોકોને વિજળીથી બચવા માટેની માહિતી આપવામાં આવી છે.

 જયારે કેરળમાં વરસાદ ઓછો થવા છતા શુક્રવારે ત્રણના મોત થયા હતા. આ સાથે જ કેરળમાં વરસાદથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ૨૦ થઇ ગઇ છે. શુક્રવારે ત્રિસુર પાસે વંડુરમાં વરસાદથી મકાન ઘસી પડતા બાબુ (૪૫) અને તેની માતા અયય્પન (૭૫) નું દબાઇ જતા મોત નિપજયું હતું બંને મજુરી કરતા હતા.

 આ પહેલા લગભગ બે અઠવાડીયામાં કેરળમાં અત્યાર સુધીનો સૌથી વિનાશકારી વરસાદ થયો છે. કેન્દ્રિય ગૃહ મંત્રી કિરણ રિજીજુએ મુલાકાત લીધી હતી. કેરળમાં સૌથી વધુ નુકશાન અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુકકી અને અર્નાકુલમ છે. જયાં ૧૦ હજારથી વધુ લોકોને રાહત શીબીરોમાં મોકલાયા છે. આ સિવાય કોઝીકોડ, ત્રિસુર, વાયનાડ, પલકકડ અને કન્નુરમાં પણ ભારે ખાનાખરાબી સર્જાઇ છે. શુક્રવારે કોટ્ટાયમથી પાંચ કિ.મી. દુર અયમનમાં  એક વ્યકિતનો મૃતદેહ તેના ધરમાંથી મળી આવેલ.

(12:40 pm IST)