Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અંધવિશ્વાસના નામ પર ૧૨૦ મહિલાઓ સાથે રેપ : બનાવ્યા વીડિયો

પોલીસે કરી ધરપકડ : તંત્ર વિદ્યાના નામે ફસાવતો : વાઇરલ વીડિયોથી પકડાયો

હિસાર તા. ૨૧ : હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામાં બાબા બાલકનાથ મંદિરના પુજારી અમરપુરી ઉર્ફ બિલ્લુનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે મહિલાઓ સાથે આપત્ત્િ।જનક હાલતમાં જોવા મળી રહ્યો છે. આ પછી પોલીસે બિલ્લુની ધરપકડ કરી હતી. જોકે, તેની ધરપકડ પછી પોલીસને તપાસમાં ૧૨૦ મહિલાઓ સાથે સંબંધ બનાવ્યાના વીડિયો મળી આવ્યાં હતાં.

નોંધનીય છે કે અમરપુરી ઉર્ફ બિલ્લુ પ્રેતબાધાના નામ પર મહિલાઓને ફસાવતો હતો અને તંત્ર વિદ્યા દરમિયાન તેમને નશીલી દવા આપતો હતો. જેથી તેઓ બેભાન થઈ જતી હતી. આ પછી બિલ્લુ તેની પર દુષ્કર્મ કરીને વીડિયો બનાવતો હતો અને તેમને બ્લેકમેઈલ કરીને તેની સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ પણ બનાવતો હતો. આટલું જ નહિ મહિલાઓને વીડિયોની ધમકી આપીને જબરજસ્તીથી શારીરિક સંબંધ બનાવતો હતો.

પોલીસને મળેલી જાણકારી અનુસાર, શકિતનગરમાં બાબા બાલકનાથ મંદિરના પુજારી અમરપુરીનો મહિલાઓ સાથે શારીરિક સંબંધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જે પછી મામલાની જાણકારી ડીએસપી જોગેન્દ્ર શર્માને મળતાં તેમણે અમરપુરીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે અમરપુરી ઉર્ફ બિલ્લુની ધરપકડ કરીને તેની પર રેપ, આઈટી એકટ, બ્લેકમેઈલિંગ સહિતનો કેસ દાખલ કર્યો છે. પોલીસને કુલ ૧૨૦ વીડિયો મળ્યાં છે. જેમાં તે મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળે છે.

પોલીસનું કહેવું છે કે બિલ્લુ તાંત્રિક સંમોહન વિદ્યા પણ જાણતો હતો. જેથી તે મહિલાઓને પોતાના વશમાં કરી લેતો હતો. અમરપુરી પ્રેતબાધાના નામે બોલાવીને નશીલી દવાઓ આપતો હતો. આ પછી તે દુષ્કર્મ કરીને વીડિયો બનાવતો હતો. બિલ્લુ ગુપ્ત રીતે મહિલાઓને પોતાના રુમમાં લાવતો હતો. જયાં તેણે સમાધિ માટે જગ્યા બનાવી હતી અને સીસીટીવી લગાડેલાં હતાં. આ કેમેરાથી જ તે વીડિયો બનાવતો હતો.પોલીસે આ મામલે બે મહિલાઓ અને એક પુરૂષને પૂછપરછ માટે અટકાયત કરી છે. આ ઘટનાના આરોપી બિલ્લુને પાંચ દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અમરપુરીનો શિકાર બની ચૂકેલી મહિલાઓને અપીલ પણ કરી છે કે તેઓ સામે આવીને પોતાનું નિવેદન નોંધાવે. આ સાથે જ પીડિત મહિલાઓને તે વિશ્વાસ પણ અપાવ્યો કે મહિલાઓની ઓળખ સમગ્ર રીતે ગુપ્ત રાખવામાં આવશે. નોંધનીય છે કે નવ મહિના પહેલા પણ આ જ તાંત્રિક વિરુદ્ઘ એક મહિલાએ ફરિયાદ કરી હતી. જેમાં તેની ધરપકડ થઈ હતી પરંતુ જામીન મળી ગયાં હતાં.

આશરે ૧૦૦થી વધારે મહિલાઓની ઈજ્જત લૂંટનાર અમરપુરીનું અસલી નામ અમરવીર છે. તે ૨૦ વર્ષ પહેલા પંજાબના માનસાથી ટોહાના આવ્યો હતો. આ પછી અમરપુરી ઉર્ફ બિલ્લુએ જલેબીની દુકાન શરુ કરી હતી. આ દરમિયાન અમરપુરીની પત્નીનું અવસાન થયું હતું. જે પછી આરોપીએ પંજાબ જઈને તંત્રવિદ્યા શીખી હતી અને બે વર્ષ પછી ટોહાના પરત ફર્યો હતો.(૨૧.૩)

(12:00 pm IST)