Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કોંગ્રેસના સાથીપક્ષોમાં મોદીએ કોંગ્રેસ વિરૂધ્ધ રાખ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ..!

નવી દિલ્હી તા. ૨૧ : અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષી દળોના સવાલોના જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્લાબોલ કરી આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વિપક્ષોને એ રીતે જવાબ આપ્યો કે કોંગ્રેસની સહયોગ પાર્ટીઓ વચ્ચે કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસ ઉભો કરી દીધો છે.

ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એ નિવેદન પર કટાક્ષ કર્યો હતો કે વડાપ્રધાન મારી સામે આંખમાં આંખ નાંખી વાત કરી શકતા નથી. પીએમ મોદીએ રાહુલના આ નિવેદનને કોંગ્રેસ (નહેરૂ-ગાંધી પરિવાર)ના અહંકાર સાથે જોડી દેતા કહ્યુંકે તમારી સાથે (નેહરૂ-ગાંધી પરિવાર) સાથે આંખમાં આંખનાંખી કોણ જોઇ શકે?

નેતાજી સુભાષચંદ્ર બોઝે પ્રયત્ન કર્યો હતો, મોરારજીભાઇ દેસાઇએ પ્રયત્ન કર્યો હતો, ચરણસિંહે કર્યો હતો. કોંગ્રેસની સહયોગી એનસીપી નેતા શરદ પવારે કર્યો હતો. જેડી(એસ) નેતા એચ ડી દેવગોડાએ કર્યો હતો. પ્રણવ મુખર્જીએ કર્યો હતો. દરેક લોકો જાણે છે કે તેમની સાથે શું થયું હતું.

આ એ બધા નેતા કે દળ છે જેમણે કોંગ્રેસ નેતૃત્વ અથવા એમ કહીએ કે નેહરૂ-ગાંધી પરિવારને પડકાર્યો હતો. એનસીપીનો ઉદ્દભવ છે કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ વિરૂધ્ધ થયો હતો. જયારે શરદ પવારે તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસથી અલગ પાર્ટી બનાવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આશા હતી કે ઇન્દિરા ગાંધીના નિધન બાદ વડાપ્રધાન તેઓ બનશે. પ્રણવ મુખરજી કોંગ્રેસથી અલગ પણ થયા હતા. જેડી (એસ) નેતા એચડી દેવગૌડા પણ કોંગ્રેસ વિરુધ્ધના ગઠબંધન દરમિયાન દેશના વડાપ્રધાન બન્યા હતા.(૨૧.૮)

 

(11:56 am IST)