Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાહુલ મારા દીકરા જેવોછે, પણ દીકરાને સુધારવાનું કામ મમ્મીનું છે : સ્પીકર

રાહુલની જપ્પીને કારણે ગિન્નાયેલા અધ્યક્ષ સુમિત્ર મહાજને લોકસભામાં કરી ટકોર કોંગ્રેસને ૩૮ મિનીટ ચર્ચા માટે ફાળવવામાં આવી બીજેપી ત્રણ કલાક ૩૩ મીનીટ ચર્ચા માટે મળી હતી

નવી દિલ્હી તા ૨૧ : લોકસભામાં ગૃહની કાર્યવાહી દરમ્યાન કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જરેન્દ્ર મોદીને ભેટવા ગયા અને આંખ મારી એ ઘટનાની BJP ના સંસદસભ્યોએ ભરપૂર ટીકા કરી હતી. રાહુલ વડા પ્રધાનને ભેટવા ગયા ત્યારે સ્પીકર સુમિત્રા મહાજન પણ હસતા હતા. જોકે થોડા વખત પછી ટેલિવિઝન કેમેરામાં કોંગ્રેસ પ્રમુખનું આંખ મારતું ચિત્ર ઝડપાયું હતું જોકે સ્પીકરે રાહુલની એ હરકતો વિશે થોડા વખત પછી ગૃહપ્રધાન રાજનાથ સિંહના વકતવ્ય વેળા પ્રક્રિયા જણાવી હતી.

સ્પીકર સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે 'એ વખતે ખરેખર શું બની રહ્યુંં હતું એ હું જાણતી નહોતી. જે કાંઇ બની રહ્યું હતું એનું મને આશ્ચર્ય થતું હતું 'એ વખતે ટીપ્પણી કરી હતી કે કેટલાક લોકોએચીપકો આંદોલન શરૂ કર્યુ છે. ત્યારપછી સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે 'તમને કોંગ્રેસના સભ્યોને એખુબ ગમ્યું હશે, પરંતુ સંસદના ગૃહની ગરિમા જાળવીને શોભાસ્પદ વર્તન કરવું જરૂરી છે. નરેન્દ્ર મોદી ગૃહમાં વડા પ્રધાનની ખુરશી પર બેઠા હતા. કોઇ પણ વ્યકિત અન્ય કોઇને ભેટે એમાં મને જરાયે વાંધો નથી. હું પણ માધર છું, પરંતુ તેઓ વડા પ્રધાન છે. વળી એ બઘું જે રીતે કરવામાં આવ્યું એ શોભાસ્પદ નહોતું વડા પ્રધાનને ભેટીને પાછા પોતાની જગ્યાએપશોંચ્યા બાદ આંખ મારીને ફરી બોલવાનું શરૂ કર્યુ એ વર્તન યોગ્ય નથી'. ત્યારપછી રાજનાથ સિંહ બોલ્યા કે 'સંસદનું હાલનું સત્ર પુરૂ થયા પછી હું અને મલ્લિકાર્જુન ખગે (કોંંગ્રસના નેતા) પણ ભેટીશું'

(11:53 am IST)