Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અવિશ્વાસ પ્રસ્તાવના પરિણામને અમિત શાહે બતાવી ૨૦૧૯ની ઝલક

નવી દિલ્હી તા. ૨૧ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં વિપક્ષની થયેલી હાર બાદ પોતાના ટ્વિટર માધ્યમથી જણાવ્યું કે લોકસભામાં શુક્રવારે વિપક્ષની થયેલી હાર આવતા વર્ષે યોજાનાર ચૂંટણીના પરિણામોની એક માત્ર ઝલક છે.

દેશવાસીઓને મોદી સરકારમાં જ નહીં પરંતુ તેમના 'સબકા સાથ સબકા વિકાસ' પર પણ પૂર્ણ ભરોસો છે. મોદી સરકારની આ જીત લોકતંત્રની જીત છે અને વંશવાદ રાજકારણની હાર છે. વંશવાદ રાજકારણ, નસ્લવાદ અને તુષ્ટીકરણના રાજકારણને પ્રોત્સાહન આપનાર કોંગ્રેસનો એકવખત ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની ધૃણાને ફરી ઉજાગર કરી છે.

અમિત શાહે જણાવ્યું કે બહુમત અને લક્ષ્યના અભાવ છતાં કોંગ્રેસ પાર્ટીએ માત્ર દેશના સંપૂર્ણ વિશ્વાસ મેળવનાર સરકાર વિરુધ્ધ ઉદ્દેશ્યહીન અવિશ્વાસ પ્રસ્તાવ લાવી પોતાના રાજનૈતિક ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો એટલું જ નહીં લોકતંત્રને કચડવાનો પોતાના લાંબા ઇતિહાસને પણ ફરી દોહરાવ્યો છે.(૨૧.૬)

(11:51 am IST)