Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

લોકસભામાં શેરો-શાયરી : 'જિન્હોને ચમન કો રોંદ ડાલા અપને પૈરો સે, વે દાવા કર રહે રહનુમાઇ કા..'

નવી દિલ્હી તા. ૨૧ : લોકતંત્રના સૌથી મોટા મંદિર લોકસભામાં વિશ્વાસ, અવિશ્વાસના રાજકારણ અને હંગામા વચ્ચે પક્ષ, વિપક્ષ બંનેના નેતાઓએ શેરો-શાયરીથી પણ એક બીજા પર કટાક્ષ કર્યા. પરંતુ જનતાએ આને મનોરંજનની જેમ લીધુ. જનતાના પ્રતિનીધીઓએ પોતાની વાત રાખવા માટે કવિઓ અને શાયરીઓનો સહારો લીધો. કારણ કે, શાયરી સીધી દિલ પર અસર કરે છે. સદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ન માંઝી ન રહબર, ન હક મે હવાએ, હે કશ્તી ભી જર્જર યે કેસા સફર હૈ...' તેમણે આ શેરના માધ્યમથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પર નિશાન સાધ્યું.

ભાજપા સાંસદ રાકેશ સિંહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'ચમન કો સિંચને મે કુછ પત્ત્િ।યાં ઝડ ગઈ હોગી, યહી ઈલ્જામ લગ રહા હૈ ચમન સે બેવફાઈકા...જિન્હોને ચમન કો રોંદ ડાલા અપને પૈરો સે, વે દાવા કર રહે રહનુમાઈ કા...'

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે પણ પોતાની વાત રાખવા માટે શેરનો સહારો લીધો. સિંહે કહ્યું કે, 'મેરિ હિમ્મત કો સરાહો, મેરે હમરાહી બનો મેને એક શમ્મા જલાઈ હૈ...'

વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારને આગાહ કરીને પ્રખ્યાત શાયર મુન્નવર રાણાનો શેર વાંચ્યો - 'એક આંસુ ભી હુકુમત કે લીએ ખતરા હૈ, તુમને દેખા નહી આંકો કા સમંદર હોનો'

ટીએમસી સાંસદ દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, 'જિંદગી સે બડી કોઈ સજા નહીં, ઔર કયા જુલ્મ હૈ યે પતા હી નહી, ઈતને હિસ્સો મે બટ ગયા હૂ મે, મેરે હિસ્સે મે કુછ બચા હી નહી, એ જિંદગી બતા કહાં જાએ, બાજાર મે જહર મિલતા હી નહી, લોગ તૂટ જાતે હૈ એક છોટા સા ઘર બનાને મે, તુમ તરસ નહી કરતે હો બસ્તિયા જલાને મે.'

એનસીપી સાંસદ તારિક અનવરે કહ્યું કે, 'બડા શોર સુનતે થે પહલૂ મે દિલ કા જો ચીરા તો ઈક કતરા-એ-ખૂન ન નિકલા...'(૨૧.૮)

(11:50 am IST)