Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

એમ્સમાં અટલજીની સુરક્ષાના લીરા ઉડયાઃ ૧ વ્યકિત ICU સુધી ગયો

નવીદિલ્હી તા.૨૧: અટલજી ચુસ્ત સુરક્ષા વચ્ચે એમ્સમાં સારવાર હેઠળ છેઃ તેઓને ICUમાં રખાયા છેઃ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છતાં તંત્રની પોલ ખુલી છેઃ એક ટેકનીશીયન પોતાના મિત્રને ડોકટર ગણાવી ICU સુધી લઇ ગયો હતોઃ જો કે બંને પકડાઇ ગયાઃ ટેકનીશીયન સસ્પેન્ડ થઇ ગયો છેઃ જોકે એ વ્યકિતનો કોઇ ખોટો ઇરાદો નહોતો તેથી તેને જવા દેવાયો છેઃટેકનીશીયનનો મિત્ર અટલજીને જોવા માંગતો હોતો તેથી તે ગયો હતોઃ ઘટના ૧૪ જુલાઇની છેઃ એમ્સના તંત્રએ સત્તાવાર રીતે કશુ કહેવાનો ઇન્કાર કર્યો છે. (૧.૧૩)

 

(11:43 am IST)