Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જો હડતાલ લંબાશે તો સોમવારથી બજાર ઉપર સીધી અસર પડશે : ભાવો પણ વધશે

ઉત્તર ભારત પ્રભાવિત : દાળ - ડુંગળીની સપ્લાય ઉપર ગંભીર અસર

નવી દિલ્હી તા. ૨૧ : જો ટ્રાન્સપોર્ટ હડતાલ લંબાશે તો સોમવારથી બજાર ઉપર તેની સીધી અસર પડશે, જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત વર્તાવાનું શરૂ થઇ જશે, સાથે સાથે ખાણી-પીણીની વસ્તુઓના ભાવો પણ વધે તેવી શકયતા છે.

ઉપરોકત નિવેદન દિલ્હી ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ના અધ્યક્ષ રાજીન્દર કપૂરે આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં લગભગ ૯૨ લાખ ટ્રક હાઇવે ઉપરથી હાલ અદ્રશ્ય બની ગયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, પેટ્રોલ - ડીઝલના ભાવો અસહ્ય વધ્યા છે, આંતરરાષ્ટ્રીય ભાવો વધ્યા એટલે વધારો થયો તેવું સરકાર કહે છે તે ખોટી બાબત છે. કેન્દ્ર - રાજ્ય સરકારોએ લગાવેલ ટેક્ષ કારણભૂત છે.

દરમિયાન ઉત્તર ભારતમાં દાળ - ડુંગળી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ઠપ્પ થઇ ગઇ છે, આ ટ્રકો તાલીમનાડુ પાછા ફરી રહ્યા છે, સરકારી અને ખાનગી ગોડાઉનોમાં ખાદ્ય સામગ્રી પહોંચી જ નથી.(૨૧.૧૩)

 

(11:41 am IST)