Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વધુ અભ્‍યાસ માટે યુ.કે. જતા ભારતીય સ્‍ટુડન્‍ટસની સંખ્‍યામાં જબ્‍બર ઘટાડોઃ ર૦૦૬ ની સાલ પછીના વર્ષોમાં ૪પ ટકા જેટલો ઘટાડો નોંધાયાઃ યુ.કે. હાયર એજયુકેશન કમિશન ચેર લોર્ડ ફિલીપએ પાર્લામેન્‍ટ હાઉસમાં વ્‍યકત કરેલી ચિંતા

લંડનઃ  વધુ અભ્‍યાસ માટે યુ.કે.  આવતા ભારતીય સ્‍ટુડન્‍ટસની સંખ્‍યામાં થઇ રહેલા જબ્‍બર ઘટાડા અંગે હાયર એજયુકેશન કમિશનના ચેર લોર્ડ  ફિલીપ નોર્ટોનએ પાર્લામેન્‍ટમાં રજુઆત  કરી ચિંતા વ્‍યકત કરી છે.

તેમણે જણાંવ્‍યુ હતું કે ર૦૦૬-ર૦૦૭ ની સાલ પછીના વર્ષોમાં ભારતથી આવતા સ્‍ટુડન્‍ટસની સંખ્‍યામાં ૪પ ટકા  જેટલો ઘટાડો નોંધાયો છે.  અલબત યુ.કે. નું શિક્ષણ શ્રેષ્‍ઠ હોવા છતાં ઓસ્‍ટ્રેલિયા  તથા કેનેડા સહિતના દેશો દ્વારા વિદેશી સ્‍ટુડન્‍ટસ માટે આકર્ષણ વધારવામાં  આવી રહ્યુ હોવાથી અત્‍યાર સુધી વિદેશી વિધાર્થીઓ માટે વિધાર્થીઓ માટે અભ્‍યાસમાં અમેરિકા પછી બીજા ક્રમે આવતું યુ.કે. નું સ્‍થાન છીનવાઇ ગયું છે જે ઓસ્‍ટ્રેલિયાએ  લઇ લીધું છે.

 

(10:04 pm IST)