Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અસલી યોગનો જન્મ નેપાળમાં થયો તે વખતે ભારતનું અસ્તિત્વ પણ નહોતું: ઓલીનો દાવો

પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અયોધ્યાને પણ નકલી ગણાવી ચુક્યા છે

નવી દિલ્હી : નેપાળના પ્રધાનમંત્રી ઓલીએ જણાવ્યું કે જ્યારે યોગ શરુ થયો ત્યારે ભારતનો તો જન્મ જ નહોતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે એક કાર્યક્રમને સંબોધિત કરતા ઓલીએ જણાવ્યું કે યોગ નેપાળમાં શરુ થયો છે, ભારતમાં નહીં. જ્યારે યોગ શરુ થયો ત્યારે ભારતનું કોઈ અસ્તિત્વ જ નહોતું.

ભારતના ઘણા ટૂકડામાં વિભાજીત હતો. ઓલીએ એવો પણ દાવો કર્યો કે ભારતીય એક્સપર્ટ આ અંગે હકીકત છુપાવી રહ્યાં છે.

અયોધ્યાને નકલી ગણાવી હતી. આ પહેલા જુલાઈ 2020 માં ઓલીએ દાવો કર્યો હતો કે ભારતની અયોધ્યા નકલી છે અને નેપાળના વીરગંજ પાસે આવેલી અયોધ્યા અસલી છે. કોઈ પણ જાતના ઐતિહાસિક પુરાવા વગર ઓલીએ દાવો કર્યો હતો કે ભારતના અયોધ્યાના રાજકુમારે સીતા આપી નથી પરંતુ નેપાળના અયોધ્યાના રાજકુમારે આપી હતી. અયોધ્યા એક ગામ છે જે વીરગંજની પશ્ચિમ દિશાએ આવેલું છે. ભારતમાં બનાવાયેલી અયોધ્યા વાસ્તવિક નથી.

ઓલીએ એવો તર્ક આપ્યો હતો કે જો ભારતની અયોધ્યા સાચી હોય તો ત્યાંથી રાજકુમાર લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે. વિજ્ઞાન અને જ્ઞાનનો જન્મ નેપાળમાં થયો છે. તેમણે દાવો કર્યો કે ઐતિહાસિક તથ્યોને તોડી મરોડીને રજૂ કરાયા છે.

(12:22 am IST)