Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

લોકસભા ચૂંટણી વખતે પોતે પરણિત હોવાની ખોટી માહિતી આપી મતદારોને ગેરમાર્ગે દોર્યા : લોકસભામાં સોગંદવિધિ વખતે નુસરત જહાં રૂહી જૈન તરીકે સોગંદ લીધા : અને હવે મીડિયા સમક્ષ નિખિલ જૈન સાથેના લગ્ન માન્ય ન હોવાનું જણાવ્યું : પશ્ચિમ બંગાળના તૃણમૂલ સાંસદ નુસરત જહાં વિરુદ્ધ કાર્યવાહી કરવા યુ.પી.ના ભાજપના સાંસદ સંઘમિત્રા મૌર્યએ સ્પીકરને પત્ર લખ્યો

ન્યુદિલ્હી : યુ.પી.ના ભાજપના સાંસદ સંઘમિત્રા મૌર્યએ પશ્ચિમ બંગાળના તૃણમૂલ સાંસદ નુસરત જહાં વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્પીકરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યા  મુજબ 2019 માં લોકસભાની ચૂંટણી વખતે નુસરત જ્હાએ  પોતે પરણિત હોવાની ખોટી માહિતી આપી મતદારોને ગેરમાર્ગે દોર્યા હતા. એટલું જ નહીં લોકસભામાં સોગંદવિધિ વખતે પણ નુસરત જહાં રૂહી જૈન તરીકે સોગંદ લીધા હતા.તથા નવપરિણીત મહિલાનો લેબાશ  ધારણ કરી પોતાના પતિનું નામ નિખિલ જૈન છે તેમ જણાવ્યું હતું.

અને હવે ઇસ્લામ કોમે  હિન્દૂ સાથે લગ્ન કરવા બદલ વાંધો લઇ છૂટાછેડા લેવાનું જણાવતા  તેણે કહ્યું  છે કે છૂટાછેડા લેવાનો કોઈ સવાલ જ નથી.કારણકે તેના લગ્ન ભારતમાં માન્ય નથી.

આ રીતે વિરોધાભાસી વાતો કરી તેમણે સંસદ તરીકેની ગરિમાને ઝાંખપ લગાવી છે. લોકસભાને પણ ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી છે તેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્પીકરને પત્ર લખ્યો છે તેવું એએનઆઇ દ્વારા જાણવા મળે છે.

(9:05 pm IST)